ફિલ્મોમાં ન આવે વિરાટ કોહલી…, બોલિવુડ ડિરેક્ટરે કેમ આપી આ ચેતવણી?

ફિલ્મોમાં ન આવે વિરાટ કોહલી…, બોલિવુડ ડિરેક્ટરે કેમ આપી આ ચેતવણી?

08/22/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

ફિલ્મોમાં ન આવે વિરાટ કોહલી…, બોલિવુડ ડિરેક્ટરે કેમ આપી આ ચેતવણી?

વિરાટ કોહલી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી પ્રખ્યાત અને દિગ્ગજ ક્રિકેટરોમાંથી એક છે. જોકે, સ્પોર્ટ્સ સિવાય વિરાટ બિઝનેસ અને એક્ટિંગમાં પણ એક્સપર્ટ છે. તેની પોતાની કંપની છે, તો તે ઘણી વખત જાહેરાતોમાં પણ દેખાય છે, જ્યાં તેની એક્ટિંગ સ્કિલ્સ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેની પત્ની અનુષ્કા શર્મા પણ એક એક્ટર છે અને તેણે બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મો કરી ચૂકી છે. આમ તો વિરાટ માટે બોલિવુડ હવે કોઇ નવી વાત નથી, પરંતુ પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ તેને ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે કોઈ પણ ક્રિકેટરે ફિલ્મો ન કરવી જોઈએ. તેમણે ખાસ કરીને વિરાટને ભવિષ્યમાં ફિલ્મોમાં ન આવવાની સલાહ આપી હતી.


ફિલ્મોમાં આવવાની કેમ ના પાડી?

ફિલ્મોમાં આવવાની કેમ ના પાડી?

ફિલ્મ નિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ યુટ્યુબર રણવીર અલ્લાહબદિયાના પોડકાસ્ટ પર વિરાટ કોહલી વિશે વાત કરી. આ દરમિયાન તેણે વિરાટના ખૂબ વખાણ કર્યા અને ફિલ્મોમાં ન જવા પાછળનું કારણ પણ જણાવ્યું. મુકેશે પૂર્વ ભારતીય કેપ્ટનને સારો વ્યક્તિ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે વિરાટ પહેલાથી જ સારો એક્ટર છે. તેણે તે લાઇફ જોઇ છે, તે દિલ્હીનો છે અને પંજાબી પણ છે અને પોતાની સફળતાને ખૂબ સારી રીતે હેન્ડલ કરી છે. એટલું જ નહીં પછી સ્પર્ધા કરવાની હોય, લુક્સ હોય, માનસિક સ્થિતિ હોય કે પછી ફિટનેસ દરેક સ્તરે તેણે પોતાની જાતને સારી રીતે જાળવી રાખી છે.


મુકેશ છાબડાએ ફિલ્મોમાં ન આવવાનું કારણ જણાવ્યું

મુકેશ છાબડાએ ફિલ્મોમાં ન આવવાનું કારણ જણાવ્યું

મુકેશ છાબડાએ તેના ડાન્સ, કોમિક અને મિમિક્રીની પ્રશંસા કરી. એટલે કે વિરાટની દરેક એ ક્વાલિટીની ગણાવી હતી, જેની અભિનય માટે જરૂરિયાત પડે છે. એ છતાં તેને ફિલ્મોમાં આવવાની ના પાડી હતી. મુકેશે તેની પાછળનું સૌથી મોટું કારણ એ આપ્યું કે તે ચાલાક છે પણ શાતિર નથી. તેણે વિરાટને સલાહ આપી કે નિવૃત્તિ બાદ પણ તે ફિલ્મોથી દૂર રહે તો સારું રહેશે. તેણે ખુલાસો કર્યો કે તે 5-6 વર્ષ પહેલા વિરાટને મળ્યો હતો અને તે ખૂબ જ ફની છે. તમને જણાવી દઈએ કે હરભજન સિંહ, અજય જાડેજા અને શ્રીસંત જેવા ભારતીય ખેલાડીઓ હિન્દી ફિલ્મોમાં કેમિયો રોલમાં જોવા મળી ચૂક્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top