બીજા લગ્ન કરવા જઇ રહ્યો છે નાગા ચૈતન્ય, સામે આવ્યા ફેમિલી ફોટો

બીજા લગ્ન કરવા જઇ રહ્યો છે નાગા ચૈતન્ય, સામે આવ્યા ફેમિલી ફોટો

08/08/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

બીજા લગ્ન કરવા જઇ રહ્યો છે નાગા ચૈતન્ય, સામે આવ્યા ફેમિલી ફોટો

સાઉથ સિનેમાના સુપરસ્ટાર નાગાર્જૂનનો પુત્ર નાગા ચૈતન્ય બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે 8 ઑગસ્ટ 2024ના રોજ ગર્લફ્રેન્ડ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી હતી. જેની પ્રથમ તસવીરો પણ સામે આવી છે.  શોભિતા ધુલીપાલા અને નાગા સાથે તેનો પિતા નાગાર્જૂન પણ આ ફોટામાં જોવા મળે છે.  અભિનેતા નાગાર્જૂને તેના પુત્ર અને પુત્રવધૂના ફોટા શેર કર્યા છે. બંનેએ સગાઈ કરી લીધી હોવાની પણ જાહેરાત કરી હતી. તેણે પોસ્ટમાં ખાસ તારીખનો પણ ઉલ્લેખ કર્યો હતો. પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ આપતી એક સુંદર પોસ્ટ પણ લખી છે.


નાગાર્જૂને પોતાના પુત્ર અને પુત્રવધૂને આપ્યા આશીર્વાદ

નાગાર્જૂને પોતાના પુત્ર અને પુત્રવધૂને આપ્યા આશીર્વાદ

નાગાર્જૂને લખ્યું, 'પુત્ર નાગા ચૈતન્યની શોભિતા ધૂલીપાલા સાથે સગાઈની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે, બંને આજે સવારે 9:42 વાગ્યે લગ્નના બંધનમાં બંધાયા. અમને પોતાના પરિવારમાં શોભિતાનું સ્વાગત કરતા ખૂબ જ ખુશી થઇ રહી છે. દંપતીને અભિનંદન! તેને જીવનભર પ્રેમ અને સુખની શુભેચ્છા.


નાગા ચૈતન્ય અને શોભિતાની લવ લાઇફ

નાગા ચૈતન્ય અને શોભિતાની લવ લાઇફ

નાગા ચૈતન્ય 3 વર્ષથી અભિનેત્રી શોભિતા ધુલીપાલાને ડેટ કરી રહ્યો છે. બંનેએ આ સંબંધને સગાઈમાં બદલી નાખ્યા છે. 8 ઑગસ્ટ 2024ના રોજ બંનેએ હૈદરાબાદમાં સગાઈ કરી હતી. સગાઈની તસવીરોમાં શોભિતા સાડીમાં અને નાગા ચૈતન્ય કુર્તામાં જોવા મળી રહ્યો છે. નાગા ચૈતન્ય અને શોભિતાની લવ લાઈફની ચર્ચા વર્ષ 2022થી થઈ રહી છે. બંને પહેલીવાર લંડનની એક રેસ્ટોરાંમાં લંચ ડેટ પર જોવા મળ્યા હતા. ત્યારબાદ, તેમની ડેટિંગની ચર્ચાએ જોર પકડ્યું. હવે 3 વર્ષ પછી બંનેએ સગાઈ કરી લીધી છે. જોકે, આ કપલે હજુ સુધી લગ્નની તારીખ વિશે જાણકારી આપી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top