નરગીસ ફખરીની બહેને બોયફ્રેન્ડને જીવતો સળગાવ્યો? પોલીસે હત્યાનો ગુનો નોંધી કરી ધરપકડ, કોર્ટે પણ જામીન આપવાનો ઇનકાર કર્યો
Nargis Fakhri sister: નરગીસ ફખરી બોલિવૂડની દુનિયાનું એક મોટું નામ છે. તેણે રણબીર કપૂરની 'રોકસ્ટાર'થી જાણીતી થયા બાદ એણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. 13 વર્ષની કારકિર્દીમાં નરગીસે અનેક ફિલ્મોમાં કામ કરીને બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે . પણ એની બહેન આલિયાએ જે કૃત્ય કર્યું, એનાથી અત્યારે નરગીસને પણ લોકોની સામે આવવાનું ભારે પડી રહ્યું છે.
નરગીસની બહેન આલિયા પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આલિયા પર તેના એક્સ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. મળતી માહિતી પ્રમાણે, આલિયાએ ન્યૂયોર્કના એક ગેરેજમાં આગ લગાવી દીધી હતી. તેનો Ex બોયફ્રેન્ડ એડવર્ડ જેકબ્સ તેના મિત્ર એટીન સાથે તે ગેરેજમાં હાજર હતો અને તે બંને મૃત્યુ પામ્યા હતા.
આલિયા ફખરીએ ગેરેજમાં આગ લગાડી, એડવર્ડ અને અનાસ્તાસિયાને ગેરેજમાં ફસાવ્યા અને તેમની હત્યા કરી. ધુમાડો શ્વાસમાં જવાથી બન્નેનું મૃત્યુ થયું હતું, જેને ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝે "દુર્ભાગ્યપૂર્ણ" કૃત્ય તરીકે વર્ણવ્યું હતું. આ ઘટના વિષે જાણ થયા બાદ આલિયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ક્વીન્સ ક્રિમિનલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં કોર્ટ દ્વારા તેને જામીન આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો.
આ મામલે ડિસ્ટ્રિક્ટ એટર્ની મેલિન્ડા કાત્ઝનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું, "આરોપીઓએ જાણી જોઈને આગ લગાવી, જેના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા." જો કે આ બાબતે નરગીસની માતાએ પોતાની દીકરીનો બચાવ કરતા કહ્યું કે તેની પુત્રી આવું કરી શકે નહીં. તે દરેકને મદદ કરે છે અને બીજાની પણ કાળજી લે છે.
આખી બાબત હવે કોર્ટને આધીન છે, ત્યારે પોલીસ તપાસમાં દૂધ નું દૂધ અને પાણીનું પાણી તો થઇ જ જશે. પરંતુ હાલ પૂરતું નરગીસ ફખરી ની બહેન આલિયાએ લાંબો સમય જેલમાં રહેવું પડશે એમ લાગે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp