વન બ્લડ અનાવિલને બે વર્ષમાં અભૂતપૂર્વ પ્રતિસાદ : અનેક લોકોને નવજીવન બક્ષ્યું
નવસારી: નવસારીમાં બે વર્ષ પહેલા સમાજના લોકો રક્તદાનની પ્રવૃત્તિ માટે આગળ આવે તેવા આશય સાથે 1 જાન્યુઆરી 2020 ના રોજ ‘વન બ્લડ અનાવિલ’ની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ સંકટ સમયે લોહીની જરૂરિયાતને પહોંચી વળવાનો નક્કી કરવામાં આવ્યો હતો.
આ ગ્રૂપની પ્રવુત્તિઓની શરૂઆત વર્ષ 2020માં 8મી માર્ચે ભારતરત્ન અને અનાવિલ ગૌરવ એવા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની 125મી જન્મ જયંતી નિમિત્તે રકતદાન શિબિરથી કરવામાં આવી હતી. રકતદાન શિબિર વન બ્લડ અનાવિલ અને બૃહદ અનાવિલના સહિયારા પ્રયત્નથી યોજાઈ હતી, જેમાં 351 યુનિટ રક્ત એકત્ર થયું હતું. ત્યારબાદ પ્રતિબંધો હળવા થતા કોવિડ 19 પ્લાઝમાની માગ દિવસેને દિવસે વધતા 24 ઓક્ટોબરના રોજ કોવિડથી સ્વસ્થ થયેલા લોકો દ્વારા આપવામાં આવતા પ્લાઝ્માનો કૅમ્પ યોજવામાં આવ્યો.
નવસારીમાં સર્વપ્રથમ વખત કોઈ સંસ્થાએ પ્લાઝમા કેમ્પ આયોજિત કર્યો હતો. જેમાં પણ 21 જેટલા પ્લાઝમા ડોનરે પોતાની જવાબદારી સ્વીકારીને પ્લાઝ્મા ડોનેટ કર્યા હતા. જેના બીજા દિને રક્તદાન શીબિત પણ આયોજિત કરવામાં આવી હતી. જેમાં 187 જેટલા રક્તદાતાઓએ રકતદાન કર્યું હતું. કૅમ્પની સાથે સાથે વર્ષ દરમિયાન વન બ્લડ અનાવિલ દ્વારા 111 લોકોને ઈમરજન્સી સમયે લોહી પણ આપવામાં આવ્યું હતું.
વન બ્લડ અનાવિલ બન્ને બાજુથી સક્રિય રહીને કેમ્પ તેમજ ઈમરજન્સી રક્તદાન ક્ષેત્રે સતત સેવા બજાવે છે. વર્ષ 2021માં કોરોનાની બીજી લહેરમાં પ્લાઝમા હોય કે રક્તની જરૂરિયાત હોય, ગ્રુપે મોટી સેવા પ્રદાન કરી સમાજને ઉપયોગી થયા છે. જાણવા મળ્યા અનુસાર, આ વર્ષે અલગ-અલગ ગામ, સમાજ અને સંસ્થાઓ સાથે મળીને કુલ 27 કૅમ્પ કર્યા. જેમાં 1,218 યુનિટ એકત્ર કર્યા હતા. આ સાથે જ ઇમરજન્સીમાં 42 યુનિટ રક્ત અને 70 જેટલા કોવિડ 19 પ્લાઝમા ભેગા કરી લોકોના બચાવ્યા છે. આમ કુલ બે વર્ષમાં વન બ્લડ અનાવિલે પોતાની કામગીરી થકી કૅમ્પમાં 1,777 યુનિટ, ઇમરજન્સીમાં 153 યુનિટ અને 91 કોવિડ પ્લાઝમા આપી-અપાવી લોકોને નવજીવન આપ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp