Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ દેશનું આગામી બજેટ રજૂ કર્યું.. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે અમારું ધ્યાન 'જ્ઞાન' પર છે. જ્ઞાનનો અર્થ છે- ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા શક્તિ. 10 વર્ષમાં આપણે બહુમુખી વિકાસ હાંસલ કર્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આપણે અર્થતંત્રને વેગ આપીશું. સરકાર સૌના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મધ્યમ વર્ગના વપરાશમાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભૂરાજકીય તણાવને કારણે વૈશ્વિક વિકાસ દરમાં ઘટાડો થયો છે.
નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર રાજ્યો સાથે મળીને આ યોજના ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણે કહ્યું કે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, અમે નાણાકીય ક્ષેત્રમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ધન ધન્ય યોજના 100 જિલ્લાઓમાં શરૂ થઈ રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
નિર્મલા સીતારમણે બજેટ 2025 ના મુખ્ય ક્ષેત્રોની યાદી બતાવી હતી.
(A) વિકાસને વેગ આપો
(B) સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરો
(C) ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવું
(D) ઘરગથ્થુ ખર્ચમાં વધારો, અને
(E) ભારતના ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો કરવો.
નાણામંત્રી સીતારમણનું કહેવું છે કે બજેટ વિકાસને વેગ આપવાના અમારી સરકારના પ્રયાસોને ચાલુ રાખે છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર સમાવેશી વિકાસને સુરક્ષિત કરવા અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો ચાલુ રાખી રહી છે.