Video: નીતિશ રેડ્ડીની સદી પર પિતાની આંખો ભીની થઇ, રીએક્શન વાયરલ

Video: નીતિશ રેડ્ડીની સદી પર પિતાની આંખો ભીની થઇ, રીએક્શન વાયરલ

12/28/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: નીતિશ રેડ્ડીની સદી પર પિતાની આંખો ભીની થઇ, રીએક્શન વાયરલ

Nitish Reddy Father Reaction On Century: મેલબોર્નમાં રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ચોથી ટેસ્ટમાં નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાનો મજબૂત અને અનુભવી બોલર નીતિશ સામે ઘૂંટણિયે પડતા જોવા મળ્યા. સદી પૂરી કર્યા બાદ, નીતિશના પિતા મુત્યાલા રેડ્ડીની પ્રતિક્રિયા ઝડપથી વાયરલ થઇ ગઇ.

મેલબોર્નમાં પુત્રને સદી ફટકારતો જોઇને પિતા પોતાના પર કાબૂ ન રાખી શક્યા. પહેલા પિતાએ પુત્રની સદીને સેલિબ્રેટ કરી અને પછી તેમની આંખો ભીની થઇ ગઇ. રેડ્ડીએ 171 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. નીતીશ આઠમા નંબર પર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. તેણે ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી.

તેની સદીની ઇનિંગ્સે ભારતીય ટીમને મજબૂત સ્થિતિ પ્રદાન કરી હતી. નીતિશની સાથે વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રેડ્ડી અને સુંદરે આઠમી વિકેટ માટે 127 (285 બોલ)ની ભાગીદારી કરી, જેની મદદથી ટીમ ભારતીય ટીમ પ્રથમ દાવમાં મોટા સ્કોર તરફ જોઇ શકી.


બીજા દિવસે ભારતીય ટીમ ઇન્ડિયાની હાલત ખરાબ હતી

બીજા દિવસે ભારતીય ટીમ ઇન્ડિયાની હાલત ખરાબ હતી

બીજા દિવસના અંતે ભારતીય ટીમે 5 વિકેટે 164 રન બનાવી લીધા હતા. અહીંથી એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ પ્રથમ દાવમાં મોટા સ્કોર સુધી નહીં પહોંચી શકે. ચોથા દિવસે ભારતીય ટીમે 191 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ અને 221 રનના સ્કોર પર 7મી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ લગભગ બધી આશાઓ ઠગારી નીવડી. અહીંથી નીતિશ રેડ્ડી અને સુંદરે જવાબદારી લીધી અને 8મી વિકેટ પડી ત્યાં સુધીમાં ટીમને 348 રન સુધી પહોંચાડી દીધી. ભારતીય ટીમ માટે ત્રીજો દિવસ સારો રહ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top