શાહબાઝ અને મુનીર તળિયા ચાંટી રહ્યા હતા છતા ટ્રમ્પે એક ઝટકો આપ્યો, પાકિસ્તાનને AMRAAM મિસાઇલ નહીં મળે
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા એક સ્પષ્ટતા જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને નવી AIM-120 મિસાઇલો નહીં મળવાની નથી. તેણે એક નિવેદન જાહેર કરતા સ્પષ્ટતા આપી છે કે અમેરિકા પાકિસ્તાન પાસે જે પહેલેથી જ રહેલી AIM-120 મિસાઇલો છે તેનું મેન્ટેનેન્સ જાળવી રાખશે અને નવી મિસાઇલો સપ્લાય નહીં કરે. અમેરિકા તરફથી આ સ્પષ્ટતા એવા સમયે આવી છે, જ્યારે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ વોર એટલે કે સંરક્ષણ મંત્રાલયે 30 સપ્ટેમ્બરના રોજ એક સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કરી હતી, જેમાં પાકિસ્તાનનું નામ શામેલ હતું.
આ લિસ્ટ જાહેર થયા બાદ, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનને અમેરિકા તરફથી નવી AIM-120 મિસાઇલો મળશે. જો કે, અમેરિકન વહીવટીતંત્રએ હવે સ્પષ્ટતા કરી છે કે આ કરાર માત્ર સસ્ટેનમેંટ અને સ્પેરપાર્ટ્સ સાથે જોડાયેલો છે, અને પાકિસ્તાનને કોઈ નવી મિસાઇલો અથવા ટેક્નિકલી અપગ્રેડ આપવામાં આવી રહી નથી.
નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે પણ શુક્રવારે એક નિવેદન જાહેર કર્યું છે. તેમાં જણાવાયું છે કે, ‘આ કરાર સંશોધનમાં પાકિસ્તાનની હાલની ક્ષમતાઓમાં કોઈ અપગ્રેદેશન સાથે જોડાયેલ નથી. આ સિવાય નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે કરારમાં સૂચિબદ્ધ દેશોમાં પાકિસ્તાન, અન્ય ઘણા સાથી દેશોનો સમાવેશ થાય છે અને તેમાં માત્ર હાલની સિસ્ટમોની જાળવણી અને સમારકામનો સમાવેશ થાય છે. દૂતાવાસના ખરીદીમાં પાકિસ્તાનની હાલની ક્ષમતાઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ સિવાય નિવેદનમાં મીડિયા અહેવાલોને ખોટા ગણાવતા કહેવામા આવ્યું છે કે, ‘કોન્ટ્રેક્ટમાં ક્યાંય લખવામાં આવ્યું નથી કે, અમેરિકા પાકિસ્તાનને નવી મિસાઇલો આપવા જઈ રહ્યું છે. ન તો તેમાં ક્યાય લખવામાં આવ્યું છે કે અમેરિકા પાકિસ્તાનની હાલની મિસાઇલોને અપગ્રેડ કરશે; પરંતુ તે માત્ર સમારકામ સુધી મર્યાદિત છે.’
અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ વોરે રેથિયોન કંપનીને 41.6 મિલિયન અમેરિકન ડોલરનો સંશોધિત કોન્ટ્રાક્ટ જાહેર કર્યો ત્યારે વિવાદ શરૂ થયો હતો, જે હેઠળ AIM-120 મિસાઇલોના C8 અને D3 વર્ઝનના ઉત્પાદન અને સપોર્ટનું કાર્ય સામેલ છે. પાકિસ્તાનનું નામ વિદેશી લશ્કરી વેચાણ હેઠળ સમાવવામાં આવ્યું છે, જેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે અમેરિકા પાકિસ્તાનને નવી મિસાઇલો સપ્લાય કરવા જઈ રહ્યું છે. જો કે, હવે એક નવા નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમેરિકા પાકિસ્તાનને નવી મિસાઇલો સપ્લાય નહીં કરે.
AMRAAMનો અર્થ એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ થાય છે. અમેરિકાની AIM-120, આજ મિસાઇલ છે અને તેને વિશ્વની સૌથી અદ્યતન બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ (BVR) મિસાઇલ માનવામાં આવે છે. આ મિસાઇલ 'ફાયર એન્ડ ફોરગેટ' ટેકનોલોજી પર આધારિત છે, એટલે કે એકવાર તે લક્ષ્ય પર લૉક થઈ જાય, પછી તેને તેની દિશા બદલવાની જરૂર નથી; તેના બદલે તે સતત લક્ષ્યની ગતિ પર નજર રાખે છે. આ મિસાઇલનું સક્રિય રડાર સીકર આપમેળે લક્ષ્યને ટ્રેક કરે છે અને 160 કિલોમીટર સુધીના અંતરેથી પ્રહાર કરવામાં સક્ષમ છે. તેની ગતિ મેક 4 એટલે કે અવાજની ગતિ કરતા ચાર ગણી છે, જે તેને અત્યંત ખતરનાક બનાવે છે. અમેરિકન એરફોર્સે F-16, F-15, F/A-18 અને અન્ય અદ્યતન ફાઇટર જેટ પર AMRAAM મિસાઇલ તૈનાત કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp