રાજ્યસભામાં ભાજપની સીટો વધી, રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ સાંસદ BJPમાં થયા સામેલ

રાજ્યસભામાં ભાજપની સીટો વધી, રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ સાંસદ BJPમાં થયા સામેલ

07/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

રાજ્યસભામાં ભાજપની સીટો વધી, રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ સાંસદ BJPમાં થયા સામેલ

રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને 87 થઈ ગઈ છે. નોમિનેટ સાંસદ સતનામ સિંહ સંધૂ ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં સામેલ થયા બાદ તેમણે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી. પક્ષ પલટા કાયદા હેઠળ નોમિનેટ સાંસદ રાજ્યસભામાં મનોનયનના 6 મહિનાની અંદર કોઈ પણ રાજનીતિક પાર્ટીમાં સામેલ થઈ શકે છે. સંધૂ 30 જાન્યુઆરીએ નોમિનેટ થયા હતા. આ પ્રકારે તેમની પાસે કોઈ પણ પાર્ટીના સભ્ય બનવા માટે 30 જુલાઇ સુધીનો સમય હતો. તેમણે ભાજપનો હાથ પકડી લીધો છે અને આ પ્રકારે ભાજપની રાજ્યસભામાં તાકત 87 સીટોની થઈ ગઈ છે.


રાજ્યસભામાં ભાજપની તાકત:

રાજ્યસભામાં ભાજપની તાકત:

આ અગાઉ રાજ્યસભામાં ભાજપની સભ્ય સંખ્યા 86 પર આવી ગઈ હતી. જો કે, હવે સતનામસિંહ સંધૂના ભાજપમાં સામેલ થવાથી આ સંખ્યા 87 થઈ ગઈ છે. છતાં રાજ્યસભામાં પાર્ટીના સભ્યોની સંખ્યા અત્યારે પણ 90 થી નીચે જ છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. આ મહિને કેન્દ્ર સરકાર તરફથી નોમિનેટ 4 સંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો. ત્યારબાદ રાજ્યસભામાં ભાજપ સાંસદોની સંખ્યા ઘટીને 86 થઈ ગઈ છે. તો NDA પાસે પણ ઉપલા સદનમાં 101 સાંસદોની તાકત છે, જે બહુમતથી ખૂબ ઓછી છે. એવામાં ભાજપનું ફોકસ હવે રાજ્યસભામાં બહુમત હાંસલ કરવા પર છે.


કોણ છે સતનામ સિંહ સંધૂ?

કોણ છે સતનામ સિંહ સંધૂ?

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ આ વર્ષે ચંડીગઢ યુનિવર્સિટીના કુલપતિ અને જાણીતા શિક્ષણવિદ સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નોમિનેટ સાંસદ બનાવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સભ્યતા હાંસલ કરવા પર સતનામ સિંહ સંધૂને શુભેચ્છા પાઠવી હતી. ખેડૂતના પુત્ર સતનામ સિંહ સંધૂએ પોતાની મહેનતના દમ પર દેશના ટોપ શિક્ષણવિદની ઓળખ હાંસલ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top