ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર માટે 4 ખેલાડીઓ નામાંકિત, યાદીમાં માત્ર 1 ભારતીયનો સમાવેશ

ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર માટે 4 ખેલાડીઓ નામાંકિત, યાદીમાં માત્ર 1 ભારતીયનો સમાવેશ

12/30/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર માટે 4 ખેલાડીઓ નામાંકિત, યાદીમાં માત્ર 1 ભારતીયનો સમાવેશ

ICC Men’s Test Cricketer Of The Year: ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર માટે 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભારતના એક ખેલાડી, ઈંગ્લેન્ડના 2 અને શ્રીલંકાના એક ખેલાડીનો સમાવેશ થાય છે. આ ચારેય ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં પોતપોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત તરફથી આ યાદીમાં રોહિત શર્મા નહીં, પણ જસપ્રીત બૂમરાહનું નામ સામેલ છે. બૂમરાહે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ ધૂમ મચાવી છે.


જસપ્રીત બૂમરાહે મચાવી ધમાલ

જસપ્રીત બૂમરાહે મચાવી ધમાલ

એક કેલેન્ડર વર્ષમાં જસપ્રીત બૂમરાહ શાનદાર રહ્યો છે. બૂમરાહે આ વર્ષે 13 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે બોલિંગ દરમિયાન 71 વિકેટ લીધી છે. આ દિવસોમાં બૂમરાહ ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ ખતરનાક બોલિંગ કરી રહ્યો છે. અત્યાર સુધી બૂમરાહ આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. બૂમરાહે મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.


જૉ રૂટ

જૉ રૂટ

આ વખતે એક કેલેન્ડર વર્ષમાં જો રૂટે 17 મેચ રમી છે, જેમાં તેણે બેટિંગ કરતા 1556 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 5 અડધી સદી સામેલ છે. રૂટનું શાનદાર પ્રદર્શન ઈંગ્લેન્ડની બહાર પણ જોવા મળ્યું છે. આ વર્ષે રૂટે પાકિસ્તાન સામે 262 રનની યાદગાર ઇનિંગ રમી હતી. જે તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી બેવડી સદી હતી.


કામિન્દુ મેન્ડિસ

કામિન્દુ મેન્ડિસ

શ્રીલંકાના બેટ્સમેન કામિન્દુ મેન્ડિસે પણ આ વર્ષે ખૂબ પ્રભાવિત કર્યા છે. આ વખતે એક કેલેન્ડર વર્ષમાં કામિન્દુ મેન્ડિસે 9 મેચમાં 1049 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 74.92 રહી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ સામે કામિન્દુ મેન્ડિસે બે મેચમાં સતત 2 બેવડી સદી ફટકારી હતી.


હેરી બ્રૂક

હેરી બ્રૂક

ઈંગ્લેન્ડના શાનદાર બેટ્સમેન હેરી બ્રૂકે એક કેલેન્ડર વર્ષમાં 12 ટેસ્ટ મેચ રમી છે. જ્યારે બેટિંગમાં હેરી બ્રૂકે 1100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 55 રહી છે. જેમાં 3 અડધી સદી અને એક ત્રિપલ સદી સામેલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top