જે આકાશ અને અંત અંબાણી ન કરી શક્યા એ મુકેશ અંબાણીના જમાઇએ કરી દેખાડ્યું, બનાવ્યો રેકોર્ડ

જે આકાશ અને અંત અંબાણી ન કરી શક્યા એ મુકેશ અંબાણીના જમાઇએ કરી દેખાડ્યું, બનાવ્યો રેકોર્ડ

07/18/2024 Business

SidhiKhabar

SidhiKhabar

જે આકાશ અને અંત અંબાણી ન કરી શક્યા એ મુકેશ અંબાણીના જમાઇએ કરી દેખાડ્યું, બનાવ્યો રેકોર્ડ

છેલ્લા 10 દિવસથી આખા દેશની નજર અંબાણી પરિવાર પર ટકી છે. એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઇ રહી છે. એન્ટીલિયામાં વેડિંગ ફંક્શન અને મુંબઇમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે અંબાણીના ભવ્ય લગ્ન સમારોહમાં વિશ્વભરના પ્રખ્યાત મહેમાનો પહોંચ્યા હતા. અનંત અને રાધિકાના લગ્નમાં આખો અંબાણી પરિવાર એકત્ર થયો હતો. અનંતના લગ્ન બાદ હવે મુકેશ અંબાણીના જમાઇ આનંદ પીરામલ ચર્ચામાં છે. શાંત અને શરમાળ સ્વભાવના આનંદ પીરામલે એ કરી બતાવ્યું, જે આજ સુધી આકાશ અંબાણી કે અનંત અંબાણી કરી શક્યા નથી.


આનંદ પીરામલને 40 Under Forty' લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા

આનંદ પીરામલને 40 Under Forty' લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા

મુકેશ અંબાણીના જમાઇ અને ઇશા અંબાણીના પતિ આનંદ પીરામલે ઇન્ડિયા અંડર-40 બ્રાઇટેસ્ટ યંગ બિઝનેસ લીડર્સમાં પોતાની જગ્યા બનાવી છે. તેમને '40 Under Forty' લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. ઇકોનોમિક ટાઇમ્સ તરફથી દર વર્ષે આ એવોર્ડ બિઝનેસના ક્ષેત્રમાં શાનદાર કામ કરનાર બિઝનેસમેનને આપવામાં આવે છે. અંડર 40 કેટેગરી હેઠળ મળતા એવોર્ડમાં આનંદ પીરામલનનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આનંદ પીરામલ પીરામલ ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર છે.


આનંદ પીરામલના પિતાનું નેટવર્થ 3.1 બિલિયન ડૉલર

આનંદ પીરામલના પિતાનું નેટવર્થ 3.1 બિલિયન ડૉલર

પીરામલ એમ્પાયરના ફાઉંન્ડર અજય પીરામલના પુત્ર છે. આનંદ પીરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે. તેમને પીરામલ રિયલ્ટીના સ્થાપક પણ માનવામાં આવે છે. વર્ષ 2018માં ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન થયા હતા. ફોર્બ્સ બિલેનિયર્સ ઇન્ડેક્સ અનુસાર, પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલ અને આનંદ પીરામલના પિતાનું નેટવર્થ 3.1 બિલિયન ડૉલર એટલે કે લગભગ 2,53,51 કરોડ રૂપિયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top