ટી20 બાદ હવે વનડે સિરીઝ પર નજર, આ ખેલાડી રોહિત શર્મા સાથે કરી શકે છે ઓપનિંગ

ટી20 બાદ હવે વનડે સિરીઝ પર નજર, આ ખેલાડી રોહિત શર્મા સાથે કરી શકે છે ઓપનિંગ

01/09/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

ટી20 બાદ હવે વનડે સિરીઝ પર નજર, આ ખેલાડી રોહિત શર્મા સાથે કરી શકે છે ઓપનિંગ

ટી20 સીરીઝ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા વનડે સીરીઝ પર પણ કબ્જો કરવા ઈચ્છે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.


શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. ઇશાને બાંગ્લાદેશ સામેની છેલ્લી વનડેમાં બેવડી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં શુભમન ગિલને બેંચ પર બેસવું પડી શકે છે.

પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમવાનું નિશ્ચિત છે.  સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર, કેએલ રાહુલ નંબર પાંચ પર અને હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર રમી શકે છે. યુઝવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ સ્પિનરની ભૂમિકા ભજવી શકે છે.


ફાસ્ટ બોલરોની વાત કરીએ તો ગુવાહાટીમાં રમાનાર પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલરો સાથે જઈ શકે છે. તેમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને ઉમરાન મલિક હોઈ શકે છે.

પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ઈશાન કિશન, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને ઉમરાન મલિક.


વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top