જલ હી જીવન હૈ.

બ્રશ કર્યા વિના ખાલી પેટે પાણી પીવું શરીર માટે ફાયદાકારક કે હાનીકારક? જાણો શું કહે છે ડોક્ટર

01/31/2023 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

જલ હી જીવન હૈ.

હિન્દીમાં એક કહેવત છે કે જલ હી જીવન હૈ. આ કહેવત આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. આપણા શરીરનો 60 ટકાથી વધુ ભાગ પાણીથી બનેલો છે. પાણી વિના જીવન નથી. શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવાને કારણે શરીરનું કાર્ય યોગ્ય રીતે થાય છે. પરંતુ પાણી ક્યારે પીવું તે અંગે લોકોના મનમાં ઘણી વાર મૂંઝવણ રહે છે. કેટલાક લોકો માને છે કે સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા વગર પાણી પીવાના ઘણા ફાયદા છે, જ્યારે કેટલાક લોકો તેનાથી વિપરિત વિચારે છે અને તેઓ માને છે કે સવારે ઉઠીને બ્રશ કર્યા વગર પાણી પીવાથી મોઢાની ગંદકી અંદર જાય છે, જે નુકસાનનું કારણ બને છે. આ આરોગ્ય સાથે રમત છે. આખરે આ મામલાની વાસ્તવિકતા શું છે.


આ મુદ્દે કેટલાક અભ્યાસ કહે છે કે ખાલી પેટે પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. ડૉક્ટર પણ ખાલી પેટે બ્રશ કર્યા વિના પાણી પીવાને સંપૂર્ણ યોગ્ય માને છે. આવો જાણીએ શું છે ખાલી પેટ પાણી પીવાની વાસ્તવિકતા


નિષ્ણાંત ડોક્ટરો સલાહ આપે છે કે સવારે ઉઠતાની સાથે જ તમારે પાણી પીવું જોઈએ. જો તમે દાંત સાફ કર્યા વગર પાણી પીવો છો તો તેના વધુ ફાયદા છે. તેનું કારણ જણાવતાં ડોક્ટર કહે છે કે, સવારે ખાલી પેટ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.  રાત્રે સૂતી વખતે મોંમાં હજારો બેક્ટેરિયા બને છે. જ્યારે તમે બ્રશ કર્યા વગર પાણી પીઓ છો, ત્યારે આ બેક્ટેરિયા પેટમાં પ્રવેશ કરે છે જે ખરેખર રોગપ્રતિકારક શક્તિને વધારે છે.


આ બેક્ટેરિયા પાચનને વેગ આપે છે અને તેના કારણે અપચોની સમસ્યા નથી થતી. એટલું જ નહીં, ખાલી પેટે બ્રશ કર્યા વિના પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે. એટલા માટે તમારે દરરોજ ખાલી પેટે ઉઠતાની સાથે જ પાણી પીવાની આદત પાડવી જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top