વધુ એક દિગ્ગજ કોંગ્રેસ નેતાની પાર્ટી છોડવાની તૈયારી? ટ્વીટ કરીને કહ્યું- હવે વિશ્રામ કરવાનો સમય

વધુ એક દિગ્ગજ કોંગ્રેસ નેતાની પાર્ટી છોડવાની તૈયારી? ટ્વીટ કરીને કહ્યું- હવે વિશ્રામ કરવાનો સમય

12/22/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

વધુ એક દિગ્ગજ કોંગ્રેસ નેતાની પાર્ટી છોડવાની તૈયારી? ટ્વીટ કરીને કહ્યું- હવે વિશ્રામ કરવાનો સમય

પોલિટીક્સ ડેસ્ક: દેશમાં સૌથી જૂના પક્ષ કોંગ્રેસની સ્થિતિ એવી થઇ ચૂકી છે કે હાઈકમાન્ડ માંડ એક રાજ્યમાં આંતરિક વિવાદ ખતમ કરવાના પ્રયત્નો કરે ત્યાં બીજા કોઈ રાજ્યમાંથી નેતાઓ નારાજ થઇ જાય છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, જીતેન્દ્ર પ્રસાદ, કેપ્ટન અમરિંદરસિંઘ જેવા એક સમયના પાર્ટીના દિગ્ગજોનો પક્ષ છોડવાનો સિલસિલો સતત ચાલુ જ રહ્યો છે. હવે આમાં વધુ એક નામ ઉમેરાય તો નવાઈ નહીં! 


ઉત્તરાખંડમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ અને ગાંધી પરિવારના નજીકના ગણાતા નેતા હરીશ રાવત પાર્ટીથી રિસાયા હોવાનું લાગી રહ્યું છે. તેમણે કશું સ્પષ્ટ કહ્યું નથી, પરંતુ આડકતરી રીતે એવી વાત કરી દીધી છે જેનાથી કોંગેસ હાઈકમાન્ડની ચિંતા વધશે તે નક્કી છે. 

હરીશ રાવતે ટ્વીટ કરીને કોંગ્રેસ સંગઠન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ચૂંટણીરૂપી સમુદ્રને તરવાનો છે, મદદ માટે બનાવવામાં આવેલ સંગઠન માળખું મોટેભાગે હાથ લંબાવવાની જગ્યાએ નકારાત્મક ભૂમિકા નિભાવતું રહ્યું છે. જે સમુદ્રમાં તરવાનું છે, ત્યાં સત્તાએ ઘણા મગરમચ્છ છોડી રાખ્યા છે,  જેના આદેશ પર તરવાનું છે, તેના કેટલાક માણસોએ મારા હાથ-પગ બાંધી રાખ્યા છે. મનમાં ઘણીવાર વિચાર આવે છે કે, ઘણું તરી લીધું, હવે વિશ્રામનો સમય છે. 

આગળ તેઓ કહે છે, ‘પણ પછી મનના એક ખૂણામાંથી ધીમેથી અવાજ સંભળાય છે કે, ન દૈન્ય ન પલાયનમ.’ મૂંઝવણની સ્થિતિમાં છું. નવું વર્ષ કદાચ રસ્તો દેખાડી દે, મને વિશ્વાસ છે કે ભગવાન કેદારનાથજી આ સ્થિતિમાં મને માર્ગદર્શન આપશે. 


અટકળો તેજ, હજુ કંઈ સ્પષ્ટતા નહીં

અટકળો તેજ, હજુ કંઈ સ્પષ્ટતા નહીં

હરીશ રાવતે કોઈનું નામ લીધા વગર બધું અધ્યાહાર રાખ્યું છે. પરંતુ તેમના ટ્વીટ પરથી એક વાત સ્પષ્ટ છે કે તેઓ કોંગ્રેસ સંગઠનની નારાજ છે અને ચૂંટણી અભિયાન માટે જે પ્રમાણે તેઓ કામ કરવા માગે છે તે રીતે તેમને કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. તેમના આ ટ્વીટને જોતા રાજનીતિક વર્તુળોમાં ચર્ચા ચાલી ઉઠી છે કે તેઓ પણ પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. 

કોંગ્રેસ હાઈકમાન્ડે તાજેતરમાં જ હરીશ રાવતને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. ઉપરાંત તેમના નજીકના ગણાતા ગોદીયાલને પ્રદેશ કોંગેસ સમિતિના અધ્યક્ષ બનાવાયા હતા, તેમજ ટીમમાં અન્ય પણ કેટલાક ફેરફાર રાવતની મરજીથી જ કરવામાં આવ્યા હતા. જોકે, તેમ છતાં તેઓ નારાજ હોવાનું બહાર આવતા આ પાછળનું કારણ શું હોય શકે તે ચર્ચાનો વિષય બન્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top