અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે શું રંધાઇ રહ્યું છે? એક તરફ ભારત પર ટેરિફ બોમ્બ અને બીજી તરફ અસીમ મ

અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે શું રંધાઇ રહ્યું છે? એક તરફ ભારત પર ટેરિફ બોમ્બ અને બીજી તરફ અસીમ મુનીરને આમંત્રણ; ભારત વિરુદ્ધ કોઈ ષડયંત્ર તો નથી ને?

08/07/2025 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે શું રંધાઇ રહ્યું છે? એક તરફ ભારત પર ટેરિફ બોમ્બ અને બીજી તરફ અસીમ મ

Asim Munir to visit US again: પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકા જવાનો છે. આ મહિને તેની અમેરિકા મુલાકાત થશે. બે મહિનાની અંદર આસીમ મુનીરની આ અમેરિકની બીજી મુલાકાત હશે. આ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સતત ગાઢ બનતા દ્વિપક્ષીય સંબંધોના સંકેત મળી રહ્યા છે. અસીમ મુનીર અમેરિકન સેનાના જનરલ  અને યુનાઈટેડ સ્ટેટસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના કમાન્ડર જનરલ માઈકલ કુરિલાના વિદાય સમારંભમાં હાજરી આપવા વોશિંગ્ટન જઈ રહ્યા છે. કુરિલાએ પોતાના કાર્યકાળ દરમિયાન, પાકિસ્તાનને આતંકવાદનો સામનો કરવા માટે એક ઉત્તમ ભાગીદાર ગણાવ્યું હતું.

મધ્ય પૂર્વમાં અમેરિકન સેનાનું નેતૃત્વ કરનારા આર્મી જનરલ કુરિલા આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. થોડા મહિના અગાઉ, કુરિલાએ 5 ISIS આતંકવાદીઓને પકડવા માટે અમેરિકન ગુપ્તચર માહિતીનો ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનની પ્રશંસા કરી હતી. કુરિલાએ તે સમયે કહ્યું હતું કે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં આતંકવાદનો સામનો કરવા માટે એક ઉત્તમ ભાગીદાર રહ્યું છે. આ કારણે, આપણે પાકિસ્તાન અને ભારત સાથે સંબંધો મજબૂત કરવાની જરૂર છે.


ટ્રમ્પ સાથે મુનીરનું લંચ બન્યું હતું ગ્લોબલ હેડલાઇન

ટ્રમ્પ સાથે મુનીરનું લંચ બન્યું હતું ગ્લોબલ હેડલાઇન

અસીમ મુનીર આ વર્ષે જૂનમાં પાકિસ્તાનની 5 દિવસની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન, તેણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લંચ પણ કર્યું હતું. બંનેની મુલાકાત લગભગ 2 કલાક ચાલી હતી. બાદમાં, વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જનરલ મુનીરને મળવા માટે બોલાવ્યા હતા કારણ કે મુનીરે ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અટકાવવા બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી.


અમેરિકા પાકિસ્તાન પર મહેરબાન

અમેરિકા પાકિસ્તાન પર મહેરબાન

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. યુક્રેન યુદ્ધ બાદથી રશિયા પાસે સસ્તી કિંમતે સતત કાચું તેલ ખરીદવાને કારણે ટ્રમ્પે ભારત પર આ ટેરિફ લગાવ્યો છે. તેની સાથે જ ભારત પર હવે અમેરિકા કુલ 50 ટકા ટેરિફ લગાવી ચૂક્યું છે.

અમેરિકા પાકિસ્તાન પર મહેરબાન લાગી રહ્યું છે. પાકિસ્તાન પર લગાવવામાં આવેલા ટેરિફ આ વાતનો સંકેત છે. તાજેતરમાં અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફમાં પાકિસ્તાનને મોટી છૂટ આપવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાન પર ટેરિફ 29 ટકાથી ઘટાડીને 19 ટકા કર્યો છે. અમેરિકાએ તાજેતરમાં પાકિસ્તાન સાથે તેલ કરાર પણ કર્યો છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી પાકિસ્તાનને મળેલી મદદમાં પણ અમેરિકાએ મોટી ભૂમિકા ભજવી છે.

આ સાથે જ ભારત વિરુદ્ધ ષડયંત્રની બૂ પણ આવી રહી છે. ભારત પર અમેરિકાનું આક્રમક વલણ અને પાકિસ્તાન પર મહેરબાની, આ વલણ બતાવે છે કે ભારતની ઝડપથી વધતી ઇકોનોમિ પર અસર પાડવાનો પ્રયાસ પણ હોય શકે છે. તો અમેરિકા હવે માત્ર ટ્રેડ વૉર નહીં, પરંતુ એક પ્રકારની જિયોપોલિટિકલ પ્રેશર પોલિસી અપનાવી રહ્યું છે, જેમાં સેકન્ડરી સેંક્શન એક મહત્ત્વપૂર્ણ હથિયાર બની શકે છે. કેમ કે ભારત પર તેમણે સેકન્ડરી સેંક્શન પણ લગાવવાની જાહેરાત કરી છે. તો અસીમ મુનીરને વારંવાર અમેરિકા આમંત્રણ આપીને પણ ભારત પર દબાણ બનાવવાનું ષડયંત્ર હોય શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top