બહરાઇચમાં હોબાળો યથાવત, હૉસ્પિટલમાં લગાવી આગ, બાઇકના શૉરૂમને પણ ફૂંકી માર્યો, જાણો શું છે મામલો

Bahraich Violence: બહરાઇચમાં હોબાળો યથાવત, હૉસ્પિટલમાં લગાવી આગ, બાઇકના શૉરૂમને પણ ફૂંકી માર્યો, જાણો શું છે મામલો

10/14/2024 National

SidhiKhabar

SidhiKhabar

બહરાઇચમાં હોબાળો યથાવત, હૉસ્પિટલમાં લગાવી આગ, બાઇકના શૉરૂમને પણ ફૂંકી માર્યો, જાણો શું છે મામલો

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં મા દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થઇ ચૂક્યું છે જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. એસપી વૃંદા શુક્લાએ કહ્યું હતું કે મુખ્ય આરોપીની શોધ ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે આ ઘટના રવિવારે બની હતી. કથિત રીતે DJ વગાડવાને લઇને શરૂ થયેલા વિવાદે સાંપ્રદાયિક તણાવનું સ્વરૂપ લીઇ લીધું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું પણ મોત થઇ ગયું હતું. પીડિતાના પરિવારજનોએ વહીવટીતંત્ર પાસે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે.


શું છે આખો મામલો

શું છે આખો મામલો

આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિનય મિશ્રાને માથા અને હાથ પર ઘણી જગ્યાએ ઇજાઓ થઇ હતી. તેણે જણાવ્યું કે આ ઘટના સાંજે 5:00-5:30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે તેઓ વિસર્જન માટે મૂર્તિ લઇને આગળ વધી રહ્યા હતા. DJ પરથી ગીત વાગી રહ્યું હતું. મુસ્લિમ પક્ષે DJ બંધ કરવા કહ્યું અને અમે ના પાડી ત્યારે હોબાળો થયો. ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, મહસી તાલુકાની પ્રતિમા શાંતિપૂર્ણ રીતે વિસર્જન માટે જઇ રહી હતી. મહારાજગંજ શહેરમાં પહોંચતા જ શહેરના રહેવાસી સોનાર અબ્દુલ હમીદ તેના પુત્રો સબલૂ, સરફરાઝ અને ફહીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા અને અપશબ્દો બોલવા લાગ્યા.

જ્યારે પ્રતિમાની સાથે રહેલા લોકોએ વિરોધ કર્યો તો તેમણે છત પરથી પથ્થરમારો કર્યો. જેમાં મા દુર્ગાનો હાથ ખંડિત થઇ ગયો હતો. ત્યારબાદ લોકોએ વિસર્જન રોકી દીધું અને વિરોધ શરૂ કર્યો. આરોપ છે કે આ દરમિયાન હમીદ અને તેની સાથે હાજર હજારોની ભીડ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને ઉપદ્રવ શરૂ કર્યો. જેના કારણે સ્થળ પર નાસભાગ મચી ગઇ હતી. બહરાઇચ જિલ્લાના મહસી તાલુકાના મહારાજગંજ શહેરમાં રવિવારે સાંજે મૂર્તિ વિસર્જન દરમિયાન DJ પર ગીત વગાડવાને લઇને વિવાદ થયો હતો.

ગીતના વિરોધમાં, બીજા સમુદાયના યુવાનોએ ધાબા પરથી ગાળા-ગાળી કરી અને પથ્થરમારો કર્યો હતું. એમ કહેવાય છે કે પથ્થરમારાના કારણે મા દુર્ગાની મૂર્તિ ખંડિત થઇ ગઇ હતી. જેના કારણે બીજા સમુદાયોએ વિરોધ શરૂ કર્યો હતો. આરોપ છે કે પ્રદર્શન દરમિયાન અન્ય સમુદાયના લોકોએ ઘરની અંદર એક યુવકને પકડીને ગોળી મારી દીધી હતી. જેના કારણે રેહુવા મંસૂરના નિવાસી રામ ગોપાલ મિશ્રાનું મોત થઇ ગયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top