Video: આદિવાસી મહિલાને પ્રેમ મોંઘો પડ્યો; પ્રેમી સાથે પકડાઈ જતા લોકોએ અર્ધનગ્ન કરી અને પછી...
પ્રેમ તો પ્રેમ છે ભાઈ! કંઈ પણ કરાવે. પ્રેમ એવો છે જે માત્ર યુવક-યુવતીઓને જ થતો નથી, પરિણીત લોકો પણ પ્રેમના ચક્કરમાં પડી જતા હોય છે, પરંતુ ઘણી વખત લગ્નોત્તર પ્રેમ લોકો માટે દુશ્મન બની જતો હોય છે, તેને સમાજ ક્યારેય સ્વીકારતો નથી, એવી જ રીતે દાહોદની એક મહિલાને પ્રેમ કરવો મોંઘો પડી ગયો છે. અહીં એક પરિણીતાને પ્રેમીને મળવા જવું ભારે પડ્યું હતું. તે મહિલા પ્રેમીને મળવા ગઇ હતી એ દરમિયાન પકડાઈ ગઈ હતી, જેથી લોકોએ અર્ધલગ્ન કરીને બાઈક સાથે આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. એટલું જ નહીં આ ઘટનાનો વીડિયો બનાવી વાયરલ પણ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષીય પરિણીતાને ગામમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. તે 28 જાન્યુઆરીએ પ્રેમીના ઘરે ગઈ હતી. ત્યારે આસપાસના લોકો ઘરમાં ઘૂસી ગયા હતા અને પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ પરિણીતાને અર્ધનગ્ન કરીને બાઈકના પાછળના કેરિયર પર દોરીથી બાંધી ગામમાં જાહેર રોડ પર ઘસડીને ઘરે લઈ ગયા હતા. આ ઘટનામાં હાજર 2 લોકોએ પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારીને વાયરલ કર્યો. આ વાયરલ વીડિયો ધ્યાનમાં આવતા દાહોદ પોલીસે કાર્યવાહી હાથધરી હતી અને 15 લોકોની ધરપકડ કરી છે.
મહિલાના વસ્ત્રો કાઢીને બાઇક પાછળ સાંકળથી બાંધીને ઢસડી, દોડાવી, મારી!!! દાહોદ | અમુક ઘટનાઓને સમાજને કલંકિત કરનારી ઘટનાઓથી પણ વિશેષ ઉપાધિ આપવી પડે. એવું જ કઈક થયુ છે ગુજરાતના દાહોદમાં.. 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક… pic.twitter.com/ak1ffS1Aag — Sagar Patoliya (@kathiyawadiii) January 31, 2025
મહિલાના વસ્ત્રો કાઢીને બાઇક પાછળ સાંકળથી બાંધીને ઢસડી, દોડાવી, મારી!!! દાહોદ | અમુક ઘટનાઓને સમાજને કલંકિત કરનારી ઘટનાઓથી પણ વિશેષ ઉપાધિ આપવી પડે. એવું જ કઈક થયુ છે ગુજરાતના દાહોદમાં.. 35 વર્ષીય પરિણીત મહિલા પર સ્થાનિકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. મહિલા પર ગામના એક યુવક… pic.twitter.com/ak1ffS1Aag
દાહોદની આ અમાનુષી ઘટનાએ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે, સાથે રાજકીય પડઘા પણ પડ્યા છે. રાજકીય પક્ષો દ્વારા પણ આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને વિપક્ષ શાસકપક્ષ પર હુમલાવર થયું છે. કોંગ્રેસના પ્રવક્તા માનીશ દોશીએ શાસકપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. સરકાર સામાન્ય લોકોના વરઘોડા કાઢીને વાહવાહી લૂંટે છે. તેના બદલે તટસ્થ કાર્યવાહી થાય. વિકાસની બાંગો ફૂંકનાર ભાજપની આ નિષ્ફળતા છે. આવી વાહવાહી લૂંટવાના બદલે તટસ્થ કાર્યવાહી કરવામાં આવે જેથી અસામાજિક તત્વોમાં એક ભય ઉભો થાય.
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે, મહિલા સન્માનની વાતો કરતા મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી શું કરી રહ્યા છે? હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ તો ગુજરાતમાં સામાન્ય થઇ ગઈ છે. આ ઘટના પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વીકારે અને કડક કાર્યવાહી કરે અથવા રાજીનામું આપે.
તો હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે દાહોદની અમાનુષી ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, અત્યાચાર કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે. ગુનામાં સામેલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગૃહ વિભાગે સુઆમોટો કરીને ફરિયાદ દાખલ કરી છે, મહિલાના અપમાનને લઈને થતી ઘટનામાં સખત કાર્યવાહી કરવામાં આવશે. કાયદો સર્વોપરી છે. મહિલા પર અત્યાચાર કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામમાં નહીં આવે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp