“મંદિરો પર થતા હુમલા સહન નહિ કરીએ!” પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાને સોઈ ઝાટકીને કહી દીધું!

“મંદિરો પર થતા હુમલા સહન નહિ કરીએ!” પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાને સોઈ ઝાટકીને કહી દીધું!

05/24/2023 World

SidhiKhabar

SidhiKhabar

“મંદિરો પર થતા હુમલા સહન નહિ કરીએ!” પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાને સોઈ ઝાટકીને કહી દીધું!

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો વિશ્વાસ પર આધારિત છે. હવે અમે T20 મોડમાં છીએ. ગઈકાલે ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીએ મોદી માટે ‘ધ બોસ’ જેવો શબ્દ વાપરીને મોદીના નેતૃત્વને વખાણ્યું હતું.


મંદિરો પર થયેલા હુમલાઓ અંગે મોદીનું સ્પષ્ટ વલણ

મંદિરો પર થયેલા હુમલાઓ અંગે મોદીનું સ્પષ્ટ વલણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બેઠકમાં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. બેઠક બાદ પીએમ મોદી અને અલ્બેનીઝ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ આકરા સ્વરમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા સહન નહીં થાય. દ્વિપક્ષીય બેઠકમાં થયેલી વાતચીત વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા અને અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ વિશે પહેલા પણ વાત કરી છે અને આજે પણ કરીએ છીએ. અમે બંને દેશો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને તેમના વિચારો અને કાર્યોથી નુકસાન પહોંચાડનાર કોઈપણ તત્વને સહન કરી શકતા નથી.

મીટિંગ વિષે બોલતા પીએમએ કહ્યું કે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ટી-20 મોડમાં આવી ગયા છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકો બંને દેશો વચ્ચે સેતુ સમાન છે. અમે આગામી દાયકા માટે વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી અને તેને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરી.


મોદીને અપાયું ‘ગાર્ડ ઓફ ઓનર’

મોદીને અપાયું ‘ગાર્ડ ઓફ ઓનર’

વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો સંબંધ માત્ર બે દેશો પૂરતો મર્યાદિત નથી. તે બંને દેશો વચ્ચે પ્રાદેશિક સ્થિરતા, શાંતિ અને વિશ્વ કલ્યાણ સાથે પણ સંબંધિત છે. ક્વાડ સમિટ દરમિયાન અમે ઈન્ડો-પેસિફિક પર પણ ચર્ચા કરી હતી.દ્વિપક્ષીય બેઠકમાં ખાણ અને ખનિજોને લઈને વ્યૂહાત્મક સહયોગને આગળ વધારવા પર પણ ચર્ચા થઈ હતી.

આ સિવાય ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગ્રીન હાઇડ્રોજન પર ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચે નવા ક્ષેત્રોમાં સહયોગના અવકાશ પર પણ વિસ્તૃત ચર્ચા થઈ છે. દ્વિપક્ષીય બેઠક પહેલા પીએમ મોદીને એડમિરલ્ટી હાઉસમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top