National : PM Modiની સુરક્ષામાં મોટી ચૂક! સુરક્ષા કવર તોડી મોદી પાસે ધસી આવ્યો યુવાન, જુઓ વિડીય

National : PM Modiની સુરક્ષામાં મોટી ચૂક! સુરક્ષા કવર તોડી મોદી પાસે ધસી આવ્યો યુવાન, જુઓ વિડીયો

01/12/2023 National

SidhiKhabar

SidhiKhabar

National : PM Modiની સુરક્ષામાં મોટી ચૂક! સુરક્ષા કવર તોડી મોદી પાસે ધસી આવ્યો યુવાન, જુઓ વિડીય

નેશનલ ડેસ્ક : પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં અવારનવાર સુરક્ષાની ચૂકની ઘટનાઓ સામે આવતી હોય છે અને હવે વધુ એક વાર આવી ઘટના સામે આવી છે. કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ભંગનો એક મોટો મામલો સામે આવ્યો છે. અહીં પીએમ મોદીના રોડ શો દરમિયાન એક યુવક અચાનક તેમની તરફ દોડીને ખૂબ નજીક આવી ગયો હતો. વાસ્તવમાં આ યુવક વડાપ્રધાનને ફૂલોનો હાર પહેરાવવા માંગતો હતો, આ માટે તેણે વગર વિચાર્યે એસપીજીનો ઘેરો તોડીને પીએમ મોદી સુધી પહોંચી ગયો. આ જોઈને એસપીજી કમાન્ડો એક્શનમાં આવ્યા અને યુવકને પીએમથી દૂર કરી દીધો.


કર્ણાટકના હુબલીમાં પીએમના રોડ શો વખતે બની ઘટના

પીએમ મોદી કર્ણાટકના હુબલીમાં પોતાની કારમાં રોડ શોમાં ભાગ લઈ રહ્યા હતા, આ દરમિયાન પ્રધાનમંત્રી ગાડીનો દરવાજો ખોલીને લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા. ત્યારે યુવક ઝડપથી ફૂલની માળો લઈને પીએમ પાસે પહોંચી ગયો અને તેમને માળા પહેરાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે  એસપીજીના કમાન્ડો તેમને પીએમ સુધી પહોંચતા અટકાવી દીધો હતો.


અગાઉ પણ પીએમની સુરક્ષામાં ચુકની ઘટનાઓ બનેલી છે

અગાઉ પણ પીએમની સુરક્ષામાં ચુકની ઘટનાઓ બનેલી છે

પીએમ મોદી ખૂબ લોકપ્રિય હોવાથી જાહેર કાર્યક્રમો દરમિયાન લોકોમાં તેમને મળવાનો ખૂબ ક્રેઝ હોય છે પરંતુ લોકો પીએમની સુરક્ષાનો વિચાર કર્યાં વગર જ ગાંડા થઈને તેમને મળવા ધસી જતા હોય છે. પંજાબ અને આંધ્રપ્રદેશમાં પણ પીએમની સુરક્ષામાં ચૂકની આવી ઘટનાઓ સામે આવી હતી. પંજાબમાં લોકોએ પીએમનો કાફલો રોકી રાખ્યો હતો તો આંધ્રમાં પીએમના કાર્યક્રમ સ્થળ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ગાળા ફૂગ્ગા છોડ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top