PM ટ્રૂડો બોલ્યા- ઇમિગ્રેશન પોલિસીમાં અમારાથી ભૂલ થઇ ગઇ હતી, આગામી 3 વર્ષમાં..

PM ટ્રૂડો બોલ્યા- ઇમિગ્રેશન પોલિસીમાં અમારાથી ભૂલ થઇ ગઇ હતી, આગામી 3 વર્ષમાં..

11/20/2024 World

SidhiKhabar

SidhiKhabar

PM ટ્રૂડો બોલ્યા- ઇમિગ્રેશન પોલિસીમાં અમારાથી ભૂલ થઇ ગઇ હતી, આગામી 3 વર્ષમાં..

Trudeau admits Canada's immigration missteps: કેનેડામાં તેમની રાજકીય લોકપ્રિયતા સતત ઘટવા દરમિયાન, વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ સ્વીકાર્યું કે તેમની સરકારની ઇમિગ્રેશન નીતિમાં કેટલીક ભૂલો થઇ છે અને નિહિત સ્વાર્થો માટે ખોટા લોકોએ તેનો લાભ લીધો. બોગસ કૉલેજો અને મોટી કંપનીઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કેટલાક લોકો નોકરી, ડિગ્રી અને નાગરિકતાના ખોટા વચનો આપીને પ્રવાસીઓનું શોષણ કરતા રહ્યા છે.

ટ્રૂડોએ યુટ્યુબ ચેનલ પર જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં કહ્યું કે, છેલ્લા 2 વર્ષમાં આપણી વસ્તી બેબી બૂમની જેમ ખૂબ જ ઝડપથી વધી છે. કેનેડા સરકારની પ્રસ્તાવિત નવી ઈમિગ્રેશન નીતિનો ઉલ્લેખ કરતા ટ્રૂડોએ કહ્યું કે, આ એકદમ સીધી નીતિ છે અને આગામી 3 વર્ષમાં અમે દેશમાં કાયમી અને અસ્થાયી નિવાસીઓની સંખ્યામાં ઘટાડવા જઇ રહ્યા છીએ. કેનેડામાં આવતા ઇમિગ્રન્ટ્સ પરની મર્યાદામાં કાપ મૂકવો તેની હાઉસિંગ સંકટ અને જીવન ખર્ચના પ્રશ્નોને ઉકેલવા માટે જરૂરી હતો.

તાજેતરમાં, કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે નવી નીતિની રૂપરેખા આપી હતી, જે હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારો સહિત કામચલાઉ ઇમિગ્રન્ટ્સની સંખ્યા 2025 અને 2026માં ઘટીને લગભગ 4,46,000 થઇ જવાની ધારણા છે. કેનેડાએ લોકપ્રિય ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા પ્રોગ્રામ, SDS પણ સમાપ્ત કરી દીધા છે, જે ભારત સહિત ઘણા દેશોના વિદ્યાર્થીઓને અસર કરે તેવી શક્યતા છે.


વર્ષોથી કેનેડિયન ઈમિગ્રેશન સિસ્ટમ માત્ર કાયમી ઈમિગ્રેશન પર ધ્યાન

વર્ષોથી કેનેડિયન ઈમિગ્રેશન સિસ્ટમ માત્ર કાયમી ઈમિગ્રેશન પર ધ્યાન

ટ્રૂડોએ જણાવ્યું હતું કે વર્ષોથી કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમ માત્ર કાયમી ઇમિગ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં લોકો પરિવાર સાથે કેનેડામાં સ્થાયી થવા માટે આવે છે અને સરકાર નક્કી કરે છે કે તે દર વર્ષે કેટલા કાયમી રહેવાસીઓને પ્રવેશ આપવા માગે છે. જો કે, આમ કરવાથી, તે 'અન્ય માર્ગ- કામચલાઉ ઇમિગ્રેશન' પર ચૂકી ગયા, જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, કામચલાઉ કામદારો વગેરેનો સમાવેશ થાય છે.

ટ્રૂડોએ કહ્યું કે, કોરોના મહામારી બાજ કેનેડાની અર્થવ્યવસ્થામાં તેજી આવી અને તેનાથી કામદારોની મોટી અછત પૂરી થઈ, પરંતુ કેટલાક લોકોએ તેનો ફાયદો ઉઠાવીને સિસ્ટમને છેતરવાનો પ્રયાસ કર્યો. કેટલાક મોટા કોર્પોરેટ્સ અને કૉલેજોએ વધુ પૈસા કમાવવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ફાયદો ઉઠાવ્યો, જ્યારે કેટલાક ખરાબ લોકોએ ખોટા વચનો આપીને નબળા ઇમિગ્રન્ટ્સને છેતરવાનું શરૂ કર્યું. ટ્રૂડોએ એ પણ સ્વીકાર્યું કે જ્યારે મહામારી બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ, ત્યારે તેમની સરકારે ઝડપથી પ્રતિક્રિયા આપવી જોઈતી હતી.


ભારત-કેનેડા સંબંધોમાં તણાવ યથાવત

ભારત-કેનેડા સંબંધોમાં તણાવ યથાવત

આ દરમિયાન, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે, ખાસ કરીને ખાલિસ્તાની અલગતાવાદીઓના સમર્થન અને હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને. ભારતે કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા અને 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા અને કેનેડા સામે વાંધો વ્યક્ત કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top