વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી વડાપ્રધાન મોદીએ, સાથે વિકાસકાર્યોનું લોકાર્પણ કરતાં કર્યો કોંગ્રેસ પર કટાક્ષ, જાણો શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને રિસિવ કરવા રાજ્યના મુખ્યમંત્રી અને શહેરના મેયર પ્રતિભા જૈન પહોંચ્યા હતા. સવારે અમદાવાદથી GCMMFની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપ્યા બાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવી હતી. પૂજા વિધિ બાદ તેઓ તરભમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ સાથે જ ડિજિટલી 13 હજાર કરોથી વધુના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.
વડાપ્રધાને વાળીનાથ ધામમાં સંબોધન સમયે જણાવ્યુ હતું કે, દેશ અને દુનિયા માટે વાડીનાથ ધામ તીર્થ છે, પણ રબારી સમાજ માટે ગુરુ ગાદી છે. તેમણે સંબોધનની શરુઆતમાં કહ્યુ કે, આજે વાડીનાથે વટ પાડી દીધો. દેશ અને દુનિયામાં થતુ સ્વાગત એક તરફ છે, જ્યારે પોતાના ઘરમાં થતું સ્વાગત અલગ છે.
આ સાથે જ વડાપ્રધાને તેમને અયોધ્યાના રામ મંદિર, અબુધાબીમાં ખાડી દેશોના પહેલા હિંદુ મંદિરનું લોકાર્પણ, UPમાં કલ્કી મંદિર અને હવે વાડીનાથમાં મહાદેવ મંદિરની સેવામાં આવવાનો મોકો મળ્યાનું જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ કે, દેવ સેવા પણ થઇ રહી છે અને દેશ સેવા પણ થઇ રહી છે. જયરામગીરી બાપુને યાદ કર્યા અને પ્રણામ કર્યા સાથે બલદેવગીરી બાપુને પણ યાદ કર્યા. તેમણે કહ્યુ કે, સ્વર્ગસ્થ બલદેવગીરી બાપુ આ મંદિરને જોઇ આજે ખુશ થતા હશે.
વડાપ્રધાને જણાવ્યુ હતું કે, બે દશકમાં અમે વિકાસની સાથે સાથે વિરાસતથી જોડાયેલી ભવ્યતાના કામો પણ કર્યા છે. દુર્ભાગ્યથી આઝાદ ભારત પછી વિકાસ અને વિરાસત વચ્ચે દુશ્મની બનાવી દેવામાં આવી હતી. તેના માટે દોષિત કોંગ્રેસ જ છે. આ એ જ લોકો છે જેમણે સોમનાથ જેવા સ્થળોને વિવાદનું કારણ બનાવ્યુ છે. આ એજ લોકો છે, જેમણે મોઢેરાના સૂર્ય મંદિરને પણ રાજનીતિ સાથે જોડીને જ જોયુ છે. તેમણે ભગવાન રામ મંદિરના અસ્તિત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના 2500 કરોડથી વધુના કામોની ભેટ આપી છે. તો રેલવે મંત્રાલયના 2300 કરોડથી વધુના 5 પ્રોજેક્ટોની ભેટ આપી છે. પેટ્રોલિયન અને ગેસ મંત્રાલયના 2100 કરોડથી વધુના 2 પ્રોજેક્ટો, માર્ગ અને મકાન વિભાગના 1700 કરોડથી વધુના 21 પ્રોજેક્ટો, સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના 1600 કરોડથી વધુના 2 પ્રોજેક્ટો અને વિવિધ અન્ય વિભાગના 2800 કરોડથી વધુના 23 પ્રોજેક્ટોની ભેટ આપી છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ શ્રી વાળીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠા. સ્થળ : તરભ ગામ, તા.વિસનગર, જિ. મહેસાણાhttps://t.co/x0wfgkz8pa — Gujarat Information (@InfoGujarat) February 22, 2024
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ શ્રી વાળીનાથ મંદિર પ્રાણપ્રતિષ્ઠા. સ્થળ : તરભ ગામ, તા.વિસનગર, જિ. મહેસાણાhttps://t.co/x0wfgkz8pa
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp