નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી કોની પાસે છે વધુ પૈસા, ક્યાં કરી રાખ્યું છે રોકાણ?

નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી કોની પાસે છે વધુ પૈસા, ક્યાં કરી રાખ્યું છે રોકાણ?

05/15/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી કોની પાસે છે વધુ પૈસા, ક્યાં કરી રાખ્યું છે રોકાણ?

લોકસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોઓએ પોતાની સંપત્તિઓની જાણકારી સાર્વજનિક કરવી જરૂરી હોય છે. ત્રીજી વખત ભોલેનાથની નગરી કાશીથી ચૂંટણી લડી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું શપથપત્ર આપ્યું છે. તે મુજબ તેઓ કુલ 3 કરોડ રૂપિયાના માલિક છે. શપથપત્રમાં નેતાઓએ એ પણ બતાવવાનું હોય છે કે તેમની પાસે કેટલું સોનું, ચાંદી, કેટલા ઘર કે બેંક બેલેન્સ છે. કોંગ્રેસ નેતાએ પણ થોડા અઠવાડિયા અગાઉ વાયનાડથી નામાંકન સમયે એફિડેવિટ દાખલ કરી હતી. એફિડેવિટમાં તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે 20 કરોડ રૂપિયાની સંપત્તિ છે. હવે બંને નેતાઓના શપથપત્ર આવી ગયા છે તો એ જાણી લેવું જરૂરી છે કે કોની પાસે શું શું છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમની પાસે કુલ 3 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે 3 કરોડ 2 લાખ 6 હજાર 889 રૂપિયાની ચલ સંપત્તિ છે. તેમની પાસે અચલ સંપત્તિના નામે શૂન્ય છે. તો તેમના બેંક અકાઉન્ટમાં 2.85 કરોડ રૂપિયા જમા છે, મોદી પાસે 52,920 રૂપિયા રોકડ છે. તેમના નામે કોઈ દેવું નથી. વડાપ્રધાન મોદી પાસે વર્ષ 2014માં 1.65 કરોડની સંપત્તિ હતી, તો તેમની પાસે 4 સોનાની અંગૂઠી છે. તો તેમણે બેંક FD અને રાષ્ટ્રીય બચત પત્રમાં રોકાણ કરી રાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે એક પણ કેસ નોંધાયેલો નથી.


રાહુલ ગાંધી પાસે કેટલી સંપત્તિ

રાહુલ ગાંધી પાસે કેટલી સંપત્તિ

જો રાહુલ ગાંધીની વાત કરીએ તો તેમની પાસે કુલ 20 કરોડની સંપત્તિ છે. તેમના નામે 9,24,59,264 રૂપિયાની ચલ સંપત્તિ, તો રાહુલ ગાંધી પાસે જમીન અને ઓફિસ સ્પેસ પણ છે. રાહુલ ગાંધીના બેંક અકાઉન્ટમાં 26.25 લાખ રૂપિયા જમા છે અને તેમની પાસે 55 હજાર રૂપિયાની રોકડ છે. રાહુલ ગાંધીના નામે 49,79,184 રૂપિયાનું દેવું છે. વર્ષ 2014માં તેમની સંપત્તિ 9.4 કરોડ હતી. તેમણે મ્યૂચ્યુઅલ ફંડ અને બોન્ડમાં રોકાણ કરી રાખ્યું છે. તો તેમની પાસે 333.3 ગ્રામ સોનું છે. તેમની સામે 18 કેસ છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top