રાહુલ ગાંધીને કોંગ્રેસના નેતાઓ પર જ ભરોસો નથી? બોલ્યા- ગુજરાત કોંગ્રેસમાં 2 પ્રકારના લોકો છે..'
Rahul Gandhi: લોકસભામાં વિપક્ષ નેતા અને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ તેમના પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે, પરંતુ હવે પરિવર્તનની જરૂર છે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને એકતામાં રહેવાનો સંદેશ આપ્યો અને કહ્યું કે, પાર્ટીની વિચારધારા વિરુદ્ધ કામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે, એક જે પાર્ટીની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ છે અને લોકો માટે કામ કરે છે અને બીજા જે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે એવા લોકોને અલગ કરવાની જરૂર છે, જેઓ કોંગ્રેસના નામે કામ કરી રહ્યા છે પરંતુ જનતાનું સન્માન અને કામ કરી રહ્યા નથી.
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કોંગ્રેસમાં નેતાઓની કોઈ કમી નથી, પરંતુ સંગઠનને મજબૂત બનાવવાની જરૂર છે. જ્યાં સુધી કોંગ્રેસ પોતાની જવાબદારી નિભાવશે નહીં, ત્યાં સુધી ગુજરાતના લોકો ચૂંટણીમાં પાર્ટીને સમર્થન નહીં આપે. તેમણે કાર્યકરોને એક થવા અને લોકોની સેવા કરવા હાકલ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત અત્યારે ફસાયેલું છે અને તેને સાચી દિશા બતાવવાની જરૂર છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ મહાન નેતાઓએ કોંગ્રેસનો મજબૂત પાયો નાખ્યો હતો. તેઓ ગુજરાતના યુવાનો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને મહિલાઓ માટે આવ્યા છે અને તેમના અધિકારો માટે લડતા રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp