World Cup 2023 Final : વિકેટકીપિંગમાં દ્રવિડને પાછળ છોડશે રાહુલ, તોડશે આ મહત્વનો રેકોર્ડ

World Cup 2023 Final : વિકેટકીપિંગમાં દ્રવિડને પાછળ છોડશે રાહુલ, તોડશે આ મહત્વનો રેકોર્ડ

11/19/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

World Cup 2023 Final : વિકેટકીપિંગમાં દ્રવિડને પાછળ છોડશે રાહુલ, તોડશે આ મહત્વનો રેકોર્ડ

World Cup 2023 Final : World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. ભારતીય ટીમ લીગ સ્ટેજની તમામ 10 મેચ જીતીને ફાઈનલ સુધી પહોંચી છે. ભારતની જીતમાં ટીમના દરેક ખેલાડીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેમાં ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન કે.એલ રાહુલ પણ સામેલ છે. તે વિકેટની આગળ જ નહીં પરંતુ ગ્લોવ્સ સાથે વિકેટની પાછળ પણ કમાલ કરી રહ્યો છે. હવે કે.એલ રાહુલ એવા મુકામે ઉભો છે જ્યાંથી તે ઈતિહાસ રચી શકે છે.


કે.એલ રાહુલ પાસે કોચથી આગળ નીકળવાની તક

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ જ્યાં ત્રીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતવાથી એક કદમ દૂર છે ત્યાં જ બીજી તરફ કે.એલ રાહુલ પણ નવો રેકોર્ડ બનાવવાથી એક ડગલું દૂર છે. ODI World Cup 2023માં કે.એલ રાહુલે 10 મેચમાં વિકેટની પાછળ 16 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચમાં એક વિકેટ લેતાની સાથે જ તે ભારત તરફથી ODI World Cupની એક સિઝનમાં વિકેટ પાછળ સૌથી વધુ વિકેટ લેનારો વિકેટકીપર બની જશે. આ મામલે તે રાહુલ દ્રવિડથી આગળ નીકળી જશે.


કે.એલ રાહુલ દ્રવિડ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને

રાહુલ દ્રવિડે ODI World Cup 2003માં વિકેટકીપિંગ કરતા 16 વિકેટ લીધી હતી. હાલમાં કે.એલ રાહુલ આ મામલે રાહુલ દ્રવિડ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે, પરંતુ આ પછી તે નંબર વન બની જશે અને રાહુલ દ્રવિડ બીજા નંબર પર સરકી જશે. જ્યારે ત્રીજા સ્થાને એમ.એસ ધોની આવી જશે. ધોનીએ ODI World Cup 2015માં વિકેટકીપિંગ કરતા 15 વિકેટ લીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top