મોતીવાડાની રેપ-મર્ડર કેસ: બળત્કાર-હત્યાનો આરોપી સીરિયલ કિલર નીકળ્યો, આ ઘટના બાદ પણ આરોપીએ..
Motiwada rape and murder case: ગુજરાતમાં દિવસે-દિવસે ગુનાહિત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડના પારડીના મોતીવાડામાં કૉલેજમાં ભણતી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના મોતને લઈ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા હતા અને હત્યાની આશંકા જતા જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ હતા. ભારે જહેમત બાદ દુષ્કર્મ-હત્યાના પ્રકરણમાં પોલીસને મોટી સફળતા મળી હતી અને તેણે એક આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
પોલીસની અત્યાર સુધીની તપાસમાં આરોપીએ પારડીમાં ગુનો કર્યા બાદ પણ આ હેવાને ટ્રેનમાં અન્ય 3 હત્યાઓ સાથે અત્યાર સુધી 5 હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી મૂળ હરિયાણાનો રહેવાસી છે, જેનું નામ રાહુલસિંહ જાટ છે. તે ઘરથી દૂર રહી અને ભટકતું જીવન જીવતો હતો. તેને નશાની લત હતી. રાહુલસિંહ જાટના નામે અગાઉ પણ ઘણાં પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. ઘટનાના દિવસે આરોપીએ ટ્યૂશનથી ઘરે જતી પીડિતાનો રેલવે સ્ટેશનથી પીછો કર્યો હતો. ત્યારબાદ તક મળતા દુષ્કર્મની ઘટનાને અંજામ આપીને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હોવાનો ખુલાસો થયો છે.
પોલીસની પૂછપરછમાં એવું સામે આવ્યું કે, આરોપી ગુનાહિત માનસિકતાવાળો છે અને મુખ્યરૂપે ટ્રેનમાં જ ફરતો રહેતો હતો. તક મળે ત્યાં કિંમતી સામાન પર હાથ સાફ કરી નાખતો હતો. તે ઘણાં ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, મોતીવાડામાં દુષ્કર્મ અને હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ પણ આરોપીએ બળાત્યાર અને વધુ 2 હત્યાઓ કરી હતી. છેલ્લા 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp