આ તો ભારે કરી! પોલીસ સ્ટેશનમાં રાખેલા પુરાવા ઉંદરો ખાઇ ગયા, જાણો હાઇકોર્ટે શું કહ્યું

આ તો ભારે કરી! પોલીસ સ્ટેશનમાં રાખેલા પુરાવા ઉંદરો ખાઇ ગયા, જાણો હાઇકોર્ટે શું કહ્યું

10/11/2024 National

SidhiKhabar

SidhiKhabar

આ તો ભારે કરી! પોલીસ સ્ટેશનમાં રાખેલા પુરાવા ઉંદરો ખાઇ ગયા, જાણો હાઇકોર્ટે શું કહ્યું

મધ્યપ્રદેશ હાઇકોર્ટે ઇન્દોર પોલીસને ફટકાર લગાવી છે કારણ કે પોલીસે દાવો કર્યો હતો કે ગેર ઇરાદે હત્યાના કેસમાં મહત્ત્વપૂર્ણ પુરાવા સહિત 29 સેમ્પલ્સ ઉંદરોએ બર્બાદ કરી દીધા. કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવા પોલીસ સ્ટેશનમાં કેવી દયનીય હાલતમાં રાખવામાં આવે છે. અંસાર અહેમદની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે પુરાવા ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, અંસાર પર ઑગસ્ટ 2021માં તેની પત્ની તાહિરા બીને લાકડીથી મારવાનો આરોપ હતો. પીડિતાને માથામાં, હાથ અને કરોડરજ્જુના ભાગે ઇજાઓ થઇ હતી. બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આઇપીસી કલમ 304 (ગેર ઇરાદે હત્યા) અને 323 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી) હેઠળ કેસ નોંધ્યો. 4 ઓક્ટોબરના રોજ, ઝોન 2ના DCP અભિનય વિશ્વકર્મા, વિજય નગરના SHO ચંદ્રકાંત પટેલ સાથે કોર્ટમાં હાજર થયા હતા અને ઉંદરો દ્વારા પુરાવાનો નાશ કરવાના સંબંધમાં સવાલોના જવાબ આપ્યા હતો.


પ્લાસ્ટિકની બોટલોમાં સેમ્પલ રાખવામાં આવ્યા હતા

પ્લાસ્ટિકની બોટલોમાં સેમ્પલ રાખવામાં આવ્યા હતા

DCPએ કોર્ટને જણાવ્યું કે જે બોટલોમાં વિસેરા રાખવામાં આવ્યો હતો, તે પ્લાસ્ટિકની બોટલો હતી. વરસાદના વાતાવરણમાં ઉંદરોએ તેમને ખરાબ કરી દીધા હતા અને તેના કારણે તપાસ માટે જરૂરી હિસ્ટોપેથોલોજીકલ રિપોર્ટ મળી શક્યો નહીં. એ સિવાય 28 અન્ય સેમ્પલ પણ ઉંદરોએ નષ્ટ કરી દીધા હતા.

ન્યાયાધીશ સુબોધ અભ્યંકરે કહ્યું કે તેમના વિચાર સાથે સંબંધિત પોલીસ અધિકારીઓએ તપાસ દરમિયાન જપ્ત કરેલી સામગ્રીની સુરક્ષા કરવી જોઇએ. તેના માટે તમામ મહત્ત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ. હવે આ મામલે કંઇ કરી શકાય નહીં, પરંતુ ઓછામાં ઓછી આ ઘટનાથી પોલીસ સ્ટેશનની દયનીય સ્થિતિ સામે આવી છે જેમાં તપાસ દરમિયાન પુરાવા રાખવામાં આવે છે.


'પોલીસ સ્ટેશનોની હાલત દયનીય'

'પોલીસ સ્ટેશનોની હાલત દયનીય'

કોર્ટે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ અંદાજ લગાવી શકે છે કે નાની જગ્યાઓ પરના પોલીસ સ્ટેશનોની શું હાલત હશે. આ કિસ્સામાં, આ પોલીસ સ્ટેશન ઇન્દોર શહેરના સૌથી વ્યસ્ત પોલીસ સ્ટેશનોમાંથી એક છે. હાઇકોર્ટે રાજ્યના પોલીસ વડાને તમામ પોલીસ સ્ટેશનોના સ્ટોરરૂમોની વિઝિટ લેવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરી શકાય.

DCPએ કોર્ટને જણાવ્યું કે આ ચૂક માટે સ્ટોરરૂમમાં ઇન્ચાર્જ અને SHO સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે એમ પણ કહ્યું કે સ્ટોરરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓને હવે બીજા રૂમમાં રાખવામાં આવી છે. ઉપરાંત, રૂમને સાફ કરવા અને સીલ કરવા માટે વધારાની સાવચેતી રાખવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top