ભૂકંપના આંચકાથી ભારતીયો ગભરાટમાં; 3 રાજ્યોમાં 5થી વધુની તીવ્રતાનો ભૂકંપ
Earthquake Tremors in India: આજે ભારતની ધરતી ભૂકંપથી ધ્રૂજી ઉઠી હતી. આજે 3 રાજ્યોમાં ભૂકંપ આવ્યો. જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સવારે 7:30 વાગ્યે ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ત્રણેય રાજ્યોમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. તેલંગાણા, હૈદરાબાદ અને છત્તીસગઢમાં ભૂકંપ આવ્યો હતો.
જો કે ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ દિવસની શરૂઆત કરી ચૂકેલા લોકોએ એવા જોરદાર આંચકા અનુભવ્યા કે તેઓ ઘરની બહાર નીકળી ગયા. લોકોએ તેમના ઘરના દરવાજા અને બારી ધ્રૂજતા જોયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે અને દેશવાસીઓને સતર્ક રહેવાની સલાહ પણ આપી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તેમના માટે આ ઘટના ખૂબ અજીબ હતી કેમ કે અગાઉ અહી ક્યારેય આ પ્રકારના ભૂકંપના ઝટકા આવ્યા નહોતા. ભૂકંપ બાદ પ્રશાસને રાહત અને બચાવ કર્યા માટે કર્મચારીઓને તાત્કાલિક એલર્ટ કરી દીધા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp