હવે ઇન્ટરનેટ વગર પણ ડિજીટલ પેમેન્ટ કરી શકાશે, RBIએ મંજૂરી આપી; શરતો લાગુ
ઇન્ડિયન રિઝર્વ બેન્કે ગત વર્ષે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના હેતુથી એક પહેલ કરી હતી. જે અંતર્ગત સોમવારે (3 જાન્યુઆરી, 2022) માળખું જારી કરને નિયમોને મંજૂરી આપી દેવામાં આવી છે. જે હેઠળ હવે સ્માર્ટફોન કે ઇન્ટરનેટ કનેક્શન ન હોય તોપણ 200 રૂપિયા સુધીનું કેશલેસ પેમેન્ટ થઇ શકશે. આ સ્કીમ હેઠળ વધુમાં વધુ 200 રૂપિયા સુધીનું જ પેમેન્ટ થઇ શકશે. જોકે, કોઈ પણ ઉપકરણ પર ઑફલાઇન મોડમાં પેમેન્ટ કરવા માટે બેલેન્સ ઓછામાં ઓછા એક વખત ઑનલાઇન મોડ પર જઈને ભરવાનું રહેશે.
RBI તરફથી ઓફલાઈન મોડ દ્વારા સ્મોલ વેલ્યુ ડિજીટલ પેમેન્ટ સુવિધા માટે ફ્રેમવર્ક બહાર પાડ્યા પેલા અગાઉ સપ્ટેમ્બર 2020 અને જુલાઈ 2021 વચ્ચે દેશના કેટલાક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 6 ઓગસ્ટના રોજ આ સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી. RBI અનુસાર, નાની રકમના ઓનલાઈન પેમેન્ટ શક્ય બનાવવા ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. આવનારા સમયમાં આ ટેક્નોલોજીને વધુ સશક્ત બનાવવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ લોકોને ફીચર ફોન ધરાવતા અથવા ઇન્ટરનેટ વિનાના વિસ્તારોમાં કે નબળી કનેક્ટિવિટી ધરાવતા લોકોને ડિજિટલ પેમેન્ટની (digital payment) સુવિધા પૂરી પાડવાનો છે.
આ યોજના હેઠળ ઑફલાઇન મોડમાં કાર્ડ, વૉલેટ અને મોબાઇલ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકાશે. પરંતુ આ દરમિયાન ચુકવણી કરનાર અને લેનારની હાજરી જરૂરી રહેશે. તેમજ આ માટે કોઈ વિશેષ ઓથેન્ટીકેશનની (Additional Factor of Authentication-AFA) જરૂર રહેશે નહીં. ચુકવણી ઑફલાઇન હોવાને કારણે તેની ચુકવણી થઇ ગયાની જાણ SMS દ્વારા મળશે ખરી પરંતુ થોડો વિલંબ થશે. જોકે, RBI આ માટેના નિયમોમાં સમયાંતરે ફેરફાર કરી શકે છે. આ પ્રકારના પેમેન્ટથી ઉદ્ભવતા વિવાદો અથવા ફરિયાદો માટે લોકો RBIની સંકલિત લોકપાલ યોજનાની મદદ પણ લઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp