RBI અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મચ્યો ખળભળાટ, પોલીસે શરૂ કરી તપાસ

RBI અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મચ્યો ખળભળાટ, પોલીસે શરૂ કરી તપાસ

12/13/2024 National

SidhiKhabar

SidhiKhabar

RBI અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મચ્યો ખળભળાટ, પોલીસે શરૂ કરી તપાસ

RBI Receives Bomb Threat: ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગુરુવારે બપોરે RBIની સત્તાવાર વેબસાઇટ પર આ ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હતો. ઇ-મેલમાં રશિયન ભાષામાં રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી. આ મામલે માતા રમાબાઇ માર્ગ (MRA માર્ગ) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

તમને જણાવી દઇએ કે આ પહેલીવાર નથી જ્યારે RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. ગયા મહિનાની શરૂઆતમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કસ્ટમ કેર નંબર પર ફોન કરીને RBIને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે પોતાને લશ્કર-એ-તૈયબાના CEO તરીકે ઓળખાવ્યો હતો.


દિલ્હીની શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

દિલ્હીની શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Delhi School Bomb Threat: એક અઠવાડિયાની અંદર બીજી વખત દિલ્હીની શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શુક્રવારે જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તેમાં દિલ્હીની મોડર્ન સ્કૂલ, સલવાન પબ્લિક સ્કૂલ અને કેમ્બ્રિજ સ્કૂલનો સમાવેશ થાય છે.

શાળાઓને ધમકી મળવાનો મામલો પ્રકાશમાં આવતા જ શાળા સંચાલકોએ સૌથી પહેલા બાળકોને ઘરે પરત મોકલી દીધા હતા. આ અંગે દિલ્હી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ ફાયર વિભાગના ફાયર ટેન્ડર અને દિલ્હી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top