Ricky Ponting: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાના પહેલા ટાઇટલની શોધ કરી રહેલી પંજાબ કિંગ્સ (PBKS) ટ્રેનિંગ સાથે સાથે પૂજા પાઠમાં પણ લાગી ગઇ છે. પંજાબ કિંગ્સના કોચ રિકી પોન્ટિંગ પણ સનાતન અવતારમાં જોવા મળી રહ્યા છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ પૂજા કરતા નજરે પડે છે. તેમનો આ વીડિયો વાયરલ થઇ ગયો છે. IPL 2025ની પહેલી મેચ 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે.
પ્રીતિ ઝિન્ટા-નેસ વાડિયાની માલિકીની પંજાબ કિંગ્સ 25 માર્ચેથી IPL 2025ના પોતાના અભિયાનની શરૂઆત કરશે. અગાઉ કિંગ્સ XI પંજાબ અને હવે પંજાબ કિંગ્સના નામથી રમતી આ ટીમે IPLમાં એક પણ ટાઇટલ જીત્યું નથી. આ ટીમે 2008-2025 દરમિયાન 17 કેપ્ટન બદલ્યા છે. આ સીઝનમાં પણ પંજાબ કિંગ્સ નવા કેપ્ટન શ્રેયસ ઐય્યર અને કોચ રિકી પોન્ટિંગના નેતૃત્વમાં ઉતરી રહી છે. રિકી પોન્ટિંગ અગાઉ દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. ગયા વર્ષે ઐય્યર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો, જેણે ટ્રોફી જીતી હતી.
IPL 2025 પહેલા પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ પૂજા કરતા જોવા મળ્યા હતા. પોન્ટિંગ મંત્રોચ્ચાર વચ્ચે તાંબાના લોટાથી પાણી ચઢાવી રહ્યા છે. સ્વાભાવિક રીતે, તે હિન્દુ ન હોવાના કારણે, પૂજા-પાઠમાં થોડા અસ્વસ્થતા લાગી રહ્યા હતા. જ્યારે પોન્ટિંગ પાણી ચઢાવવાની ઉતાવળ કરવા લાગ્યા, ત્યારે નજીકમાં બેઠા તેના સાથીએ તેમને ધીમેથી એમ કરવા કહ્યું. આ પૂજામાં પંજાબ કિંગ્સના તમામ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફે ભાગ લીધો હતો.
શ્રેયસ ઐય્યર, માર્ક્સ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ, અઝમતુલ્લાહ ઉમરજઈ, મુશીર ખાન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, નેહલ વાઢેરા, હરપ્રીત બરાર, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વિશાખ, યશ ઠાકુર, માર્કો જાનસેન, લોકી ફર્ગ્યૂસન, હરનૂર પન્નૂ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પાઇલા અવિનાશ, પ્રવીણ દુબે.