Russia Ukraine war: રશિયાએ યુક્રેનના ખેરાસન પર હુમલો કર્યો, 21 ના મોત! ઉક્રેનના રાષ્ટ્રપતિએ કહ્

Russia Ukraine war: રશિયાએ યુક્રેનના ખેરાસન પર હુમલો કર્યો, 21 ના મોત! ઉક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, “દુનિયા આ તબાહી જુએ!”

05/04/2023 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

Russia Ukraine war: રશિયાએ યુક્રેનના ખેરાસન પર હુમલો કર્યો, 21 ના મોત! ઉક્રેનના રાષ્ટ્રપતિએ કહ્

Russia Ukraine war:  છેલ્લા 14 મહિના ઉપરાંત સમયથી રશિયા-યુક્રેન વચ્ચે લડાઈ ચાલી રહી છે. બંને દેશોની સેનાઓ એકબીજા પર  સતત હુમલા કરી રહી છે. ગઈકાલે રશિયન રાષ્ટ્રપતિ પુતિન ઉપર ડ્રોન વડે હુમલો થયાનો આક્ષેપ રશિયા દ્વારા કરવામાં આવ્યો હતો. રશિયાએ આ માટે યુક્રેનને જવાબદાર ગણાવ્યું હતું. આ પછી રશિયા કઠોર લશ્કરી પગલું ભરશે, એવો અંદાજ હતો જ. દરમિયાન, રશિયન સેનાએ બુધવારે (3 મે) ના રોજ યુક્રેનના દક્ષિણ ખેરસૉન વિસ્તારમાં હુમલો કર્યો હતો.


21 મર્યા, 48 ગંભીર

21 મર્યા, 48 ગંભીર

આ હુમલામાં યુક્રેનના 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 48 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રશિયાના ખેરસૉન પર હુમલા બાદ યુક્રેનના અધિકારીઓએ શુક્રવાર (5 મે)થી આ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ ખેરસૉનના મુખ્ય વિસ્તારો સિવાય રશિયાએ નજીકના બે ગામો પર પણ હુમલો કર્યો હતો. આ પહેલા બુધવારે પણ યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ઘાતક ડ્રોન હુમલો કર્યો હતો.

રશિયન હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy એ કહ્યું હતું કે આ હુમલામાં એક રેલ્વે સ્ટેશન, રેલ્વે ક્રોસિંગ, ઘર, હાર્ડવેર સ્ટોર્સ, સુપરમાર્કેટ અને એક ગેસ સ્ટેશન ખરાબ રીતે નષ્ટ થયા હતા.


યુક્રેનના રાષ્ટ્રપતિએ હુમલા સાથે સંબંધિત એક તસવીર જાહેર કરી

યુક્રેનના રાષ્ટ્રપતિએ હુમલા સાથે સંબંધિત એક તસવીર જાહેર કરી

ગયા વર્ષે નવેમ્બરમાં રશિયન સેનાએ ખેરસૉન શહેરમાંથી પોતાના સૈનિકોને હટાવી લીધા હતા. ખેરસૉન શહેર દક્ષિણ યુક્રેનની સરહદ પર આવેલું છે. ટેલિગ્રામ પર માહિતી આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે ખેરસૉન હુમલામાં અત્યાર સુધીમાં 21 લોકો માર્યા ગયા છે અને 48 ઘાયલ થયા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર હુમલામાં નુકસાન પામેલા સુપરમાર્કેટની તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે સુપરમાર્કેટના ફ્લોર પર મૃતદેહો અને ઘાયલ લોકો પડ્યા છે. તેમની આસપાસ કાટમાળ ફેલાયો હતો. તેના પર ઝેલેન્સકીએ કહ્યું કે દુનિયાને આ જોવાની અને જાણવાની જરૂર છે. રશિયાએ ખેરસૉન હુમલાને મોટો હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રશિયન હુમલામાં માર્યા ગયેલા 12 લોકો ખેરસૉન શહેરના હતા અને બાકીના આસપાસના ગામોના હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top