Gujarat: સાબરમતી રિવરફ્રન્ટ બન્યો 'સ્યુસાઈડ ફ્રન્ટ', અત્યાર સુધીમાં આટલા લોકોએ જીવન ટૂંકાવ્યું

Gujarat: સાબરમતી રિવરફ્રન્ટ બન્યો 'સ્યુસાઈડ ફ્રન્ટ', અત્યાર સુધીમાં આટલા લોકોએ જીવન ટૂંકાવ્યું

12/20/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: સાબરમતી રિવરફ્રન્ટ બન્યો 'સ્યુસાઈડ ફ્રન્ટ', અત્યાર સુધીમાં આટલા લોકોએ જીવન ટૂંકાવ્યું

Sabarmati Riverfront: અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલ સાબરમતી રિવરફ્રન્ટ 'સ્યુસાઈડ ફ્રન્ટ' બની ગયો છે. સાબરમતી રિવરફ્રન્ટનું બાંધકામ 1960ના દાયકામાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 2008માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી અને કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને 2 તબક્કામાં વિકસાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રિવરફ્રન્ટને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધી અહીંથી અનેક લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

પ્રવાસીઓ સાબરમતી રિવરફ્રન્ટ વૉકવેની મુલાકાત લેવા આવે છે. છેલ્લા 11 વર્ષમાં આ રિવરફ્રન્ટ વૉકવે પરથી કુલ 1869 લોકોએ આત્મહત્યા કરી છે, જેમાં 247 મહિલાઓ, 1586 પુરૂષો અને 36 બાળકોનો સમાવેશ થાય છે. આ મામસે અત્યાર સુધીમાં 466 લોકોના જીવ બચાવાયા છે. રિવરફ્રન્ટ પરના વૉક-વે પર ખાનગી એજન્સીઓના 97 સિક્યોરિટી ગાર્ડ 3 પાળીમાં ફરજ બજાવે છે.


જાણો સુરક્ષા ગાર્ડ ક્યાં-ક્યાં તૈનાત છે

જાણો સુરક્ષા ગાર્ડ ક્યાં-ક્યાં તૈનાત છે

ત્રણ-ત્રણ પાળીમાં રિવરફ્રન્ટ વૉક-વેની પૂર્વ તરફ 44 ગાર્ડ અને 53 ગાર્ડ પશ્ચિમ બાજુએ તૈનાત છે, જેમાંથી ઘણા ગાર્ડ ગેરહાજર રહે છે. આમ છતાં નદીમાં કૂદીને આપઘાત કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. આ ઉપરાંત આત્મહત્યા કરી રહેલા લોકોને બચાવવા નદી કિનારે 2 બોટ પણ તૈનાત કરવામાં આવી છે, જે તૂટેલી હાલતમાં છે.


એક પણ CCTV કેમેરા નથી

એક પણ CCTV કેમેરા નથી

સાબરમતી રિવરફ્રન્ટની બંને તરફ 37 કિમીના વૉક-વે પર એક પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યો નથી. જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે, તો લોકો ફાયર બ્રિગેડને કૉલ છે, જે નદી કિનારાથી 1.5 કિલોમીટરના અંતરે સ્થિત છે. જમાલપુર અને શાહપુર ફાયર સ્ટેશનથી ફાયર વિભાગના કર્મચારીઓ આવે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેઓ લોકોનો જીવ બચાવવામાં અસમર્થ હોય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top