સચિન તેંદુલકર બાળકો સાથે મસ્તી કરતાં નજરે પડ્યા, જુઓ વીડિયો

સચિન તેંદુલકર બાળકો સાથે મસ્તી કરતાં નજરે પડ્યા, જુઓ વીડિયો

04/21/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

સચિન તેંદુલકર બાળકો સાથે મસ્તી કરતાં નજરે પડ્યા, જુઓ વીડિયો

દિગ્ગજ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકર શનિવારે સવારે પોતાના ફાઉન્ડેશન કાર્યક્રમાં સામેલ થવા રાંચી પહોંચ્યા હતા. બિરસા મુંડા એરપોર્ટથી ઉતર્યા બાદ તેઓ સીધા રેડિશન બ્લૂ હોટલ ગયા. હોટલમાં થોડા સમય સુધી રોકાયા બાદ તેમણે ઓરમાંઝીમાં આયોજિત સચિન તેંદુલકર ફાઉન્ડેશન કાર્યક્રમમાં હિસ્સો લીધો. જ્યાં તેઓ ગ્રામીણ ક્ષેત્રના બાળકો સાથે રમતા નજરે પડ્યા. કાર્યક્રમ બાદ સચિન તેંદુલકરે તેને યાદગાર કરાર આપ્યો.


સચિન તેંદુલકરે બાળકો સાથે કરી મસ્તી

સચિન તેંદુલકરે બાળકો સાથે કરી મસ્તી

આ દરમિયાન સચિન સચિન તેંદુલકરે બાળકો સાથે ખૂબ મસ્તી કરી. તેમની સાથે તેમના પત્ની પણ હતા. તેઓ પણ મસ્તી કરતાં નજરે પડ્યા. આ દરમિયાન ક્યારેક તેઓ બાળકોને ખોળામાં ઉઠાવીને તેમની સાથે રમતા નજરે પડ્યા તો ક્યારે તેમની સાથે તસવીરો લેતા. બાળકીઓ પણ તેમની સાથે મસ્તીનાં રંગમાં દેખાઈ. કાર્યક્રમમાં ઉપસ્થિત બધા લોકો સચિન તેંદુલકર સાથે તસવીરો લેવામાં ઉત્સુક દેખાયા.


સચિન અને તેમની પત્નીએ ન કર્યા કોઈને નિરાશ:

સચિન અને તેમની પત્નીએ ન કર્યા કોઈને નિરાશ:

સચિન અને તેમની પત્નીએ કોઈને પણ નિરાશ ન કર્યા અને બધા સાથે એક ગ્રુપ ફોટો લીધી. આ દરમિયાન પ્રશાસન તરફથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોની દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. કાર્યક્રમ બાદ સચિને પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, આ મારા માટે યાદગાર દિવસ રહ્યો. મારી સાથે મારી પત્ની અંજલિ સિવાય અમારી આખી ટીમ હતી. બધા લોકો યુવા ફાઉન્ડેશન ટીમ સાથે સમય વિતાવવા આવ્યા હતા. અમારું ફાઉન્ડેશન 3 ક્ષેત્ર શિક્ષણ, રમત અને સ્વાસ્થ્ય પર કામ કરે છે. તેનાથી આપણે પોતાના દેશના ભવિષ્યને આકાર આપી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે સચિનના આ પ્રકારે રાંચી આવવાનું ઉદ્દેશ્ય અહીની મહિલા ખેલાડીઓનું મનોબળ વધારવાનું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top