મોહનલાલે AMMAમાંથી આપ્યું રાજીનામું, હેમા કમિટીના રિપોર્ટ બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ

મોહનલાલે AMMAમાંથી આપ્યું રાજીનામું, હેમા કમિટીના રિપોર્ટ બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ

08/28/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

મોહનલાલે AMMAમાંથી આપ્યું રાજીનામું, હેમા કમિટીના રિપોર્ટ બાદ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ

હેમા કમિટીના રિપોર્ટે સમગ્ર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાહાકાર મચાવી દીધી છે. રિપોર્ટમાં મહિલાઓ સાથે કાસ્ટિંગ કાઉચ અને જાતીય સતામણીની વાતો સામે આવી છે. આ રિપોર્ટ બાદ અભિનેત્રીઓ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો અને નિર્માતા-નિર્દેશકો પર આરોપ લગાવી રહી છે અને હવે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દરમિયાન મોટા સમાચાર એ છે કે અભિનેતા મોહનલાલે AMMAમાંથી રાજીનામું આપી દીધું છે.


મોહનલાલે આપ્યું રાજીનામું

મોહનલાલે આપ્યું રાજીનામું

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મોહનલાલ એસોસિએશન ઓફ મલયાલમ મૂવી એક્ટર્સના પ્રમુખ છે. રંજીત અને સીદ્દિકી જેવા કલાકારો પર જાતીય સતામણીનો આરોપ લાગ્યા બાદ મોહનલાલે રાજીનામું આપી દીધું છે અને સમગ્ર એસોસિએશનને ભંગ કરી દીધુ છે. ફિલ્મ બોડીની એક્ઝિક્યૂટિવ કમિટીના તમામ સભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. ANIએ ટ્વીટ કરીને મોહનલાલ અને 17 સભ્યોના રાજીનામાની જાણકારી આપી હતી.

એસોસિએશને એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે આશા રાખીએ છીએ કે AMMAને એક નવું નેતૃત્વ મળશે, જે એસોસિએશનને નવો આકાર આપશે અને તેને મજબૂત બનાવવામાં સક્ષમ હશે. ટીકા અને સુધારાઓ માટે દરેકનો આભાર, મોહનલાલની આગેવાની હેઠળના 17 સભ્યોના સંસ્થા ભંગ થયા બાદ, એસોસિએશને જણાવ્યું હતું કે નવી સંસ્થાની પસંદગી માટે 2 મહિનામાં સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવશે.


17 એક્ઝિક્યૂટિવ સભ્યોએ આપ્યું રાજીનામું

17 એક્ઝિક્યૂટિવ સભ્યોએ આપ્યું રાજીનામું

એસોસિએશન ઓફ મલયાલમ મૂવી એક્ટર્સ (AMMA)ના કેટલાક સભ્યો પર જુનિયર સ્ટાર્સે જાતીય સતામણીનો આરોપ લગાવ્યા છે. ગત દિવસોમાં સીદ્દિકી પર પણ ગંભીર આરોપ લાગ્યા હતા. ત્યારબાદ તેણે AMMAમાંથી રાજીનામું આપી દીધું હતું અને આરોપ લગાવનાર અભિનેત્રી રેવતી સંપથ વિરુદ્ધ પોલીસ કેસ કર્યો. આ સિવાય કેરળ સ્ટેટ ફિલ્મ એકાદમીના પ્રમુખ અને ફિલ્મ અભિનેતા રંજીતે પણ જાતીય સતામણીના આરોપો બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top