શનિનું શતભિષા નક્ષત્રમાં ગોચર, નવા વર્ષમાં રાત-દિવસ નોટો છાપશે આ રાશિઓ, થશે બંપર કમાણી
વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહ એક નિશ્ચિત સમયાંતરે રાશિઓની જેમ જ નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઇએ કે, કર્મફળ દાતા શનિ દેવે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી લીધો છે. શતભિષા નક્ષત્ર પર રાહુ દેવનું આધિપત્ય છે અને શનિ દેવની રાહુ ગ્રહ સાથે મિત્રતા છે. તેવામાં શનિ દેવનો આ નક્ષત્રમાં પ્રવેશ વિશેષ શુભ માનવામાં આવી રહ્યો છે. સાથે જ નક્ષત્ર પરિવર્તનના પ્રભાવથી 3 રાશિઓના અચ્છે દિન શરૂ થઇ શકે છે. આ લોકોની ધન-સંપત્તિમાં વધારો થઇ શકે છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઇ છે.
તમારા માટે શનિ દેવનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ લાભકારક સિદ્ધ થઇ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિના ઇનકમ અને લાભ સ્થાન પર ભ્રમણ કરી રહ્યાં છે. તેથી નવા વર્ષમાં તમારી આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. સાથે જ બિઝનેસમાં કમાણી વધશે અને તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને કમાણીના નવા સ્ત્રોત બનશે. તેવામાં આ સમયે તમને પૌત્ર કે પુત્રની પ્રાપ્તિ થઇ શકે છે. રોકાણથી પણ લાભના યોગ છે. કોઇ પ્રોપર્ટી અને વાહન તમે ખરીદી શકો છો.
શતાભિષા નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિના સ્વામી શુક્રના મિત્ર છે. તેમજ શનિદેવ તમારી કુંડળીના દસમા ભાવમાં ગોચર કરી રહ્યા છે. તેથી, તમને બિઝનેસમાં નફો થશે અને તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે. સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સમસ્યા જે લાંબા સમયથી ચાલી રહી છે તેનો અંત આવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. ઉપરાંત, બેરોજગાર લોકોને આ સમયે નવી નોકરીની ઓફર મળી શકે છે.
તમારા લોકો માટે શતભિષા નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ દરેક ક્ષેત્રમાં સફળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિના સ્વામી છે. ઉપરાંત, શનિદેવ તમારી રાશિથી ધન ગૃહમાંથી આગળ વધી રહ્યા છે. તેથી, તમારા માટે જીવનમાં પૈસા કમાવવાની ઘણી તકો આવશે અને તમને શુભ લાભ મળશે. મકર રાશિના જાતકો પહેલા કરતા વધુ પૈસા બચાવી શકશે. જેઓ અવિવાહિત છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભના યોગ પણ બનશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp