Operation Sindoor: ‘અમે અલ્લાહના છીએ, મુસ્લિમો...’, ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારતને આપી ધમકી
ઓપરેશન સિંદૂર: ભારતના ઓપરેશન સિંદૂર બાદ, અલ-કાયદાની ભારતીય ઉપમહાદ્વીપ શાખા (AQIS)એ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પર ભારતના હુમલાનો જવાબ આપવામાં આવશે. આ નિવેદન અસ-સાહબ મીડિયા દ્વારા આવ્યું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘6 મે, 2025ની રાત્રે, ભારતની 'ભગવા સરકારે' પાકિસ્તાનમાં 6 સ્થળોએ હુમલો કર્યો. મસ્જિદો અને વસાહતોને ખાસ નિશાન બનાવવામાં આવી હતી. આમાં ઘણા મુસ્લિમો શહીદ અને ઇજાગ્રસ્ત થયા. અમે અલ્લાહના છીએ અને તેની તરફ પાછા ફરીશું. અલ્લાહ શહીદોને સ્વર્ગમાં ઉચ્ચ સ્થાન આપે અને ઇજાગ્રસ્તોને જલદી સાજા કરે, આમીન. આ હુમલો ભગવા સરકારના ગુનાઓની યાદીમાં બીજો કાળો અધ્યાય છે.’
નિવેદનમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘ભારતનું ઈસ્લામ અને મુસ્લિમો સામે યુદ્ધ નવું નથી, તે વર્ષોથી ચાલી રહ્યું છે. ભારત અને કાશ્મીરમાં મુસ્લિમોએ ઘણો અત્યાચાર સહન કર્યા છે. મોદી સરકાર લશ્કરી, રાજકીય, સાંસ્કૃતિક અને મીડિયા માધ્યમો દ્વારા ઇસ્લામ અને મુસ્લિમોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે આ મુસ્લિમો માટે ભારત વિરુદ્ધ જિહાદ છે. અલ્લાહનું નામ ઉંચુ કરવું, ઇસ્લામ અને મુસ્લિમોનું રક્ષણ કરવું અને પીડિત લોકોને મદદ કરવી એ આપણી ફરજ છે. હવે ઉપમહાદ્વીપના મુસ્લિમોએ તેમના સમર્થનમાં ઉભા રહેવું જોઈએ. અમે શપથ લઈએ છીએ કે અલ્લાહની મદદથી અમે ત્યાં સુધી લડીશું જ્યાં સુધી અમે મુસ્લિમો પર થયેલા તમામ અત્યાચારોનો બદલો ન લઈએ અને અલ્લાહનું નામ બુલંદ ન થઈ જાય.’
6 મેના રોજ ભારતીય વાયુસેના અને સેનાએ અભૂતપૂર્વ લશ્કરી ઓપરેશન ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. આ અંતર્ગત, પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ વખત હુમલો માત્ર વાયુસેના દ્વારા જ કરવામાં આવ્યો નહોતો, પરંતુ સેનાના આર્ટિલરી યુનિટ્સે પણ સૌથી આધુનિક શસ્ત્રો અને સ્માર્ટ ટેકનોલોજી સાથે યુદ્ધસ્તર પર કાર્યવાહી કરી હતી. 1971ના યુદ્ધ બાદ ભારતે પહેલી વાર પાકિસ્તાનની ધરતી પર મિસાઇલો છોડી છે. સત્તાવાર રીતે સ્ટ્રાઈક રાત્રે 1:00 વાગ્યે શરૂ થઈ અને 1:30 વાગ્યા સુધી ચાલી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp