Sugar Price: બજારમાં ખાંડના ભાવમાં વધારો, 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા ભાવ

Sugar Price: બજારમાં ખાંડના ભાવમાં વધારો, 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા ભાવ

09/27/2023 Business

SidhiKhabar

SidhiKhabar

Sugar Price: બજારમાં ખાંડના ભાવમાં વધારો, 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા ભાવ

ભારત સહિત દુનિયાના દેશોમાં ખાંડના ભાવ વધારાના કારણે લોકોના રસોડાનું બજેટ ખોરવાયું છે. માંગ અને પૂરવઠા વચ્ચેના મોટા તફાવતને કારણે ખાંડના ભાવ 12 વર્ષની ઉચ્ચત્તમ સપાટીએ પહોંચ્યા છે. 19 સપ્ટેમ્બરના રોજ ખાંડના ભાવ વધીને $27.5 થયા હતા. તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં ખાંડના ભાવમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. ખાસ વાત એ છે કે અમેરિકામાં  પણ ખાંડના ભાવમાં વધારો થયો છે. યુએસમાં ખાંડ $27ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.


ખાંડના વધતા ભાવ પર ટેક્સ લાદવાની તૈયારી

ખાંડના વધતા ભાવ પર ટેક્સ લાદવાની તૈયારી

બિઝનેસ એક્સપર્ટના કહેવા મૂજબ, ભારતમાં ખાંડના ઉત્પાદનની અસરને કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં મોંઘવારી વધી છે. એક અંદાજ મૂજબ બધા જ દેશમાં ખાંડના ભાવ આસમાને પહોંચ્યા છે. જો કે, તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ભારતમાં કેન્દ્ર સરકારે ખાંડના વધતા ભાવ પર ટેક્સ લાદવાની તૈયારી શરૂ કરી છે. સરકાર ઓપન માર્કેટમાં અંદાજીત 13 લાખ ટન ખાંડનો જથ્થો બહાર પાડી શકે છે.


સરકાર ખાંડના ભાવ પર રાખી રહી છે નજર

સરકાર ખાંડના ભાવ પર રાખી રહી છે નજર

એગ્રીમંડીના સહ-સ્થાપક હેમંત શાહના કહ્યા મૂજબ, સરકાર છેલ્લા 2 મહિનાથી ખાંડના ભાવ પર સતત નજર રાખી રહી છે. સરકાર પણ સમય-સમય પર પગલાં લઈ રહી છે. સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો દરમિયાન માર્કેટમાં ખાંડના પુરવઠાને અસર થાય નહીં અને તેના કારણે ભાવ નિયંત્રણમાં રાખી શકાય.


ભાવમાં 48 ટકા વધારો થયો

ભાવમાં 48 ટકા વધારો થયો

મળતી માહિતી મુજબ દુષ્કાળ અને ઓછા વરસાદના કારણે ભારતની સાથે સાથે થાઈલેન્ડમાં પણ ખાંડના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ખાંડના ભાવ વધી રહ્યા છે. બ્રાઝિલમાં ખાંડનું બમ્પર ઉત્પાદન થયું છે. તેમ છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની કિંમત વધી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડ 0.22 ટકા મોંઘી થઈ ગઈ છે. છેલ્લા 1 મહિનામાં ખાંડના ભાવમાં 13 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જો એક વર્ષની વાત કરવામાં આવે તો તેના ભાવમાં 48 ટકા વધારો થયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top