Surat: થર્ટી ફર્સ્ટે અસામાજિક તત્વોને સમજાવવા સુરત પોલીસે ક્રિએટિવ અંદાજ અપનાવ્યો
Surat Police Creative Approach: આજે થર્ટી ફર્સ્ટ એટલે વર્ષ 2024નો છેલ્લો દિવસ છે. આજના દિવસે દેશ જ નહીં દુનિયાભરના લોકો ધામધૂમ અને ઉત્સાહપૂર્વક આવનાર નવા વર્ષ (વર્ષ 2025)ને આવકારે છે, પરંતુ આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દારુ ઢીંચીને કે અન્ય નશો કરીને ઉત્પાત મચાવતા હોય છે. જેથી તણાવ ઉત્પન્ન થવાની સ્થિતિ બની જાય છે. પરંતુ સુરત પોલીસે આ વખતે થર્ટી ફર્સ્ટે અસામાજિક તત્વોને સમજાવવા માટે ક્રિએટિવ અંદાજ અપનાવ્યો છે.
આમ તો મોજીલા સુરતીઓના સુરતમાં અસમાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. કેટલાક અસામાજિક તત્વો શહેરમાં ખુલ્લેઆમ હથિયારો લઈને ફરે છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કરી દેતા હોય છે. જો કે, પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી પણ કરે છે. સુરત પોલીસે ઘણા અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો છે. અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવે છે.
સુરત સિટી પોલીસ નામના ટ્વીટર હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે. તેમાં એક ઈમેજ બનાવવામાં આવી છે. તેની અંદર ફિલ્મોના નામોની જેમ લખાણ લખીને અસામાજિક તત્વોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે-
આજે 31મી ડિસેમ્બર છે
વર્ષનો છેલ્લો દિવસ !
તમને થશે જ કે
“ચાલ જીવી લઇએ!”
અને
તમે
“ગ્રાન્ડ મસ્તી” ભલે કરો
પણ
“ANIMAL”
બનીને
“કમઠાણ” મચાવ્યું તો
અમે જરૂરથી કહીશું
“ભલે પધાર્યા!”
સાથે જ નીચે પોલીસ હેલ્પલાઇન, ટ્રાફિક હેલ્પલાઇન, મહિલા હેલ્પલાઇન અને સાયબર હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા છે.
આજે 31મી ડિસેમ્બર છે વર્ષનો છેલ્લો દિવસ ! તમને થશે જ કે“ચાલ જીવી લઇએ!”અને તમે “ગ્રાન્ડ મસ્તી” ભલે કરોપણ“ANIMAL” બનીને “કમઠાણ” મચાવ્યું તો અમે જરૂરથી કહીશું“ભલે પધાર્યા!” -તમારી સુરત શહેર પોલીસ@sanghaviharsh#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે pic.twitter.com/4DVZTEE9Nt — Surat City Police (@CP_SuratCity) December 30, 2024
આજે 31મી ડિસેમ્બર છે વર્ષનો છેલ્લો દિવસ ! તમને થશે જ કે“ચાલ જીવી લઇએ!”અને તમે “ગ્રાન્ડ મસ્તી” ભલે કરોપણ“ANIMAL” બનીને “કમઠાણ” મચાવ્યું તો અમે જરૂરથી કહીશું“ભલે પધાર્યા!” -તમારી સુરત શહેર પોલીસ@sanghaviharsh#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે pic.twitter.com/4DVZTEE9Nt
સુરત સિટી પોલીસે વધુ એક પોસ્ટ કરતા લખ્યું કે, '31મી ડિસેમ્બર પર દારૂ પાર્ટી કરનાર ચેતી જજો..., સુરત શહેર પોલીસ તમારા પર ચાંપતી નજર રાખી રહી છે. SOG પોલીસ દ્વારા ડ્રોન દ્વારા ચેકિંગ કરાયું'
31મી ડિસેમ્બર પર દારૂ પાર્ટી કરનાર ચેતી જજો... સુરત શહેર પોલીસ તમારા પર ચાંપતી નજર રાખી રહી છે. SOG પોલીસ દ્વારા ડ્રોન દ્વારા ચેકિંગ કરાયું.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે..#surat #safesurat #suratcitypolice #SuratPolice #31stdecember #SOGPolice pic.twitter.com/aHwJ3DOyQS — Surat City Police (@CP_SuratCity) December 30, 2024
31મી ડિસેમ્બર પર દારૂ પાર્ટી કરનાર ચેતી જજો... સુરત શહેર પોલીસ તમારા પર ચાંપતી નજર રાખી રહી છે. SOG પોલીસ દ્વારા ડ્રોન દ્વારા ચેકિંગ કરાયું.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે..#surat #safesurat #suratcitypolice #SuratPolice #31stdecember #SOGPolice pic.twitter.com/aHwJ3DOyQS
ગુજરાત પોલીસ સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી અસામાજિક તત્વો, રેશ ડ્રાઈવરો અને નશાખોર ડ્રાઇવરોને ઉદ્દેશીને કરવામાં આવેલી પોસ્ટમાં પણ આવો જ ક્રિએટીવ અંદાજ અપનાવવામાં આવ્યો છે, જેમાં એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં લખ્યું છે 'નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પોલીસની અભૂતપૂર્વ ઓફર,
આતિથ્ય-સરભરા સાથે મફત પિકઅપ વ્યવસ્થા!
ઓફર ફક્ત આ વિશેષ વ્યક્તિઓ માટે રેશ
ડ્રાઈવરો, નશાખોર ડ્રાઈવરો અને સમાજ વિરોધી તત્વો.
અમારી નજર આપના પર જ છે. અમારી આ ઓફરનો લાભ શક્ય તેટલો ન લેવા વિનંતી. સાથે જ ગુજરાત પોલીસ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે.'
અમારી આ ઓફરનો લાભ શક્ય તેટલો ન લેવા વિનંતી. 🎉#AlwaysForThePeople 🫡#NewYearsEve pic.twitter.com/1Rgg2k3N68 — Gujarat Police (@GujaratPolice) December 30, 2024
અમારી આ ઓફરનો લાભ શક્ય તેટલો ન લેવા વિનંતી. 🎉#AlwaysForThePeople 🫡#NewYearsEve pic.twitter.com/1Rgg2k3N68
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp