સુરત પોલીસે સઘન તપાસ કરી આરોપીને પકડી પાડ્યો, કેવી રીતે કરી પત્નીની કાતિલ હત્યા?
સુરત પોલીસે એક ભયાનક હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 44 વર્ષીય સંજય પટેલની તેની પત્ની ધર્મિષ્ઠાની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. સંજયે તેની પત્નીના ચારીત્ર્ય પર શંકા રાખતો હતો. જેના કારણે સંજયે પત્નીની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધર્મિષ્ઠાનો મૃતદેહ 2 જુલાઈના રોજ ભનોદરા ગામમાં એક ડ્રમમાં રાખેલો મળી આવ્યો હતો. ધર્મિષ્ઠાના મૃતદેહની સાથે ડ્રમમાં કોંક્રિટ ભરવામાં આવ્યો હતો. ડ્રમ પર મળી આવેલા બેચ નંબરના આધારે પોલીસ હત્યારા સંજય સુધી પહોંચી શકી હતી.
સુરત ડીસીપી રાજેશ પરમારે કહ્યું હતું કે મહિલાનો મૃતદેહ નિર્જન સ્થળે ડ્રમમાં બંધ હાલતમાં મળી આવ્યો હતો. લાશ સડી ગયેલી હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. ડ્રમ પર GACL કંપનીનું નામ અને બેચ નંબર હતો. અમે કંપનીનો સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે તેઓએ ડ્રમ કોને વેચ્યા હતા. કંપનીએ જેને ડ્રમ વેચ્યા હતા તેણે જણાવ્યું કે તેણે ડ્રમમાં રાખેલા કેમિકલનો ઉપયોગ કર્યા બાદ તેને ભંગારના વેપારીને વેચી માર્યું હતું. ત્યારબાદ ભંગારના વેપારીએ અમને સંજય પટેલની જાણકારી આપી હતી.
સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા સંજયે પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું કે સંજય તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. સંજયના લગ્ન દસ વર્ષ પહેલા ધર્મિષ્ઠા સાથે થયા હતા. સંજયે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેની પત્ની સાથે તેના અનેકવાર ઝઘડાઓ થતા હતા. એક દિવસ ગુસ્સામાં આવીને તેણે તેના દુપટ્ટા વડે તેનું ગળું દબાવી દીધું. ત્યારબાદ મૃતદેહને બે દિવસ સુધી ડ્રમમાં રાખ્યો હતો. બાદમાં ડ્રમમાં સિમેન્ટ અને કોંક્રિટ ભરવામાં આવ્યું હતું. બાદમાં મજૂરોને બોલાવીને મૃતદેહ ભરેલા ડ્રમનો નિકાલ કર્યો હતો. આ મામલાની ગંભીરતા જોઈને સુરત પોલીસે ભેસ્તાન પોલીસની છ અને ક્રાઈમ બ્રાન્ચની સાત ટીમોને તપાસમાં કામે લગાડી હતી. પોલીસે 200 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા હતા અને 50 થી વધુ સોસાયટીઓ અને 20 બાંધકામ સ્થળોની તપાસ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp