હવેથી માત્ર એક OTP દ્વારા નંબર પોસ્ટપેઇડથી પ્રિપેઇડ કે પ્રિપેઇડથી પોસ્ટપેઇડમાં બદલી શકાશે

સરળતા : હવેથી માત્ર એક OTP દ્વારા નંબર પોસ્ટપેઇડથી પ્રિપેઇડ કે પ્રિપેઇડથી પોસ્ટપેઇડમાં બદલી શકાશે

05/25/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

હવેથી માત્ર એક OTP દ્વારા નંબર પોસ્ટપેઇડથી પ્રિપેઇડ કે પ્રિપેઇડથી પોસ્ટપેઇડમાં બદલી શકાશે

નવી દિલ્હી : હવેથી જો મોબાઈલ નંબરને પ્રિપેઇડથી પોસ્ટપેઇડ (Postpaid to Prepaid) કે પોસ્ટપેઇડથી પ્રિપેઇડ (Prepaid to Postpaid) કરવો હશે તો સરળતાથી કરી શકાશે. ટેલિકોમ વિભાગના દિશાનિર્દેશો મુજબ, હવેથી ગ્રાહકે મોબાઈલ નંબરને કોઈ એક સુવિધામાં તબદીલ કરવા માટે કેવાયસી (નો યોર કસ્ટમર) પ્રક્રિયા કરવાની નહીં રહે. માત્ર એક ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા જ સ્વીચ ઓવરની પ્રક્રિયા થઈ જશે.

ટેલિકોમ વિભાગે સોમવારે આ સુવિધાનું એલાન કરતા કેટલાક દિશાનિર્દેશ જારી કર્યા છે. આ દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ગ્રાહક પોતાના પ્રિપેઇડ મોબાઈલ નંબરને પોસ્ટપેઇડમાં કે પછી પોસ્ટપેઇડ નંબરને પ્રિપેઇડ નંબરમાં બદલવા માગતો હોય તો માત્ર એક ઓટીપી દ્વારા જ બદલી શકશે. ટેલિકોમ વિભાગે કહ્યું કે, આ પ્રક્રિયા દ્વારા નંબરના માલિક હક્કમાં કોઈ ફેરફાર નહીં થાય.

ટેલિકોમ વિભાગે આગળ કહ્યું હતું કે, ગ્રાહકના સીમકાર્ડની જવાબદારી ગ્રાહક પાસે જ રહેશે. માત્ર બિલની પ્રક્રિયામાં ફેરફાર થશે. એટલે કે પ્રિપેઇડમાં અગાઉથી રીચાર્જ કરવું પડે છે જ્યારે પોસ્ટપેઇડમાં ગ્રાહકને સમય મર્યાદાને અંતે બિલ મળે છે.

કેવી રીતે થશે નવી પ્રક્રિયા ?

જો કોઈ ગ્રાહક આ સેવાનો લાભ લેવા માગતો હોય તો તેણે સૌથી પહેલાં એસએમએસ, આઈવીઆરએસ, વેબસાઈટ કે સીમ કંપનીની અધિકૃત મોબાઈલ એપ પરથી નંબરને પોસ્ટપેઇડમાં કે પ્રિપેઇડમાં સ્વીચ ઓવર કરવાની રીક્વેસ્ટ મોકલવાની રહેશે. ત્યાર બાદ કંપની તરફથી ગ્રાહકને એક મેસેજ મોકલવામાં આવશે જેમાં એક યુનિક ટ્રાન્ઝેક્શન આઈડી અને ઓટીપી હશે. આ ઓટીપી 10 મિનિટ સુધી માન્ય રહેશે. ઓટીપી નંબર એન્ટર કર્યા પછી ગ્રાહકને નંબર સ્વીચ ઓવર થવાની તારીખ અને સમય કહેવામાં આવશે. ફેરફાર દરમિયાન 30 મિનિટ સુધી સેવા બંધ રહી શકે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top