BJPના દિગ્ગજ નેતા વિનોદ તાવડે પર વૉટ માટે રોકડ આપવાનો આરોપ, BVAના કાર્યકર્તાઓએ હૉટલમાં ઘેર્યા, જુઓ વીડિયો
Cash for Vote Vinod Tawde: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આવતી કાલે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ આવશે, પરંતુ મતદાન અગાઉ ભાજપના દિગ્ગજ નેતા વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો છે. તેમને મુંબઇની હૉટલમાં વિપક્ષી પાર્ટી બહુજન વિકાસ અઘાડી (BVA)ના કાર્યકર્તાઓએ ઘેરી લીધા હતા. જો કે તાવડેએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે.
વિરોધીઓએ આખી વિવાંતા હૉટલને આ સમયે સીલ કરી દીધી છે. સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઇ છે. તમને જણાવી દઇએ કે આ વિસ્તારમાં BVAની સ્થિતિ ખૂબ મજબૂત માનવામાં આવે છે. BVA કાર્યકર્તાઓનો આરોપ છે કે તાવડે વૉટિંગ માટે રોકડ વહેંચવા આવ્યા હતા. આ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ પણ હૉટલ પર પહોંચી ગયા છે. BVAના કાર્યકરો વિવાંતા હૉટલ પર ભેગા થઈ રહ્યા છે. આ હોબાળા વચ્ચે બહુજન વિકાસ અઘાડીના વડા હિતેન્દ્ર ઠાકુર હૉટલ પહોંચી ગયા છે. તેમનો પુત્ર ક્ષિતિજ ઠાકુર પણ તેમની સાથે છે. તમને જણાવી દઈએ કે બંને વસઈ અને નાલાસોપારાથી સીટિંગ ધારાસભ્ય છે.
આ ઘટના પર શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, 'જ્યારે હું મા તુળજાભવાનીના દર્શન કરવા જઇ રહ્યો હતો ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ મારી બેગની તપાસ કરી હતી. જોકે, તેમને કંઈ મળ્યું નહોતું. હવે વિનોદ તાવડેની બેગમાંથી પૈસા મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
ગઈકાલે પણ અનિલ દેશમુખ પર હુમલો થયો હતો, તો પથ્થરો ક્યાંથી આવ્યા તેની તપાસ કોણે કરવી જોઈતી હતી? હું તુળજાભવાની માતાને પ્રાર્થના કરું છું કે રાજ્યમાંથી આ ભ્રષ્ટ અને આતંક ફેલાવતી સરકારનો અંત કરવામાં આવે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp