ગામડામાં રહેતા લોકો કરતા શહેરના લોકોનું સરેરાશ આયુષ્ય વધારે, શહેરના 73 વર્ષ...

ગામડામાં રહેતા લોકો કરતા શહેરના લોકોનું સરેરાશ આયુષ્ય વધારે, શહેરના 73 વર્ષ...

06/16/2022 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

ગામડામાં રહેતા લોકો કરતા શહેરના લોકોનું સરેરાશ આયુષ્ય વધારે, શહેરના 73 વર્ષ...

ભારત જ્યારે આઝાદ (Azad) થયો હતો ત્યારે, દેશનું સરેરાશ આયુષ્ય (Life expectancy) ફક્ત 32 વર્ષનું હતું. એટલે કે એ સમયે ભારતીયો સરેરાશ 32 વર્ષ જ જીવી શકતા હતા. પરંતુ હવે એ સરેરાશ આયુષ્ય વધીને 69 વર્ષની ઉપર થઇ ગઈ છે. એટલે કે આઝાદીથી અત્યાર સુધીમાં ભારતીયોના સરેરાશ આયુષ્યમાં ડબલથી પણ વધારે વધારો થયો છે. આની જાણકારી ‘સૅમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ’ (Sample registration system)ની નવી રિપોર્ટમાં સામે આવી છે. પરંતુ દુનિયાની સરેરાશ ઉંમરથી હજુ પણ ઓછી છે. દુનિયામાં સરેરાશ આયુષ્ય 72 વર્ષ 6 મહિના છે.


SRSની અબ્રિગ્રેડ લાઈફ ટેબલ 2015-19ના રિપોર્ટ હમણા જ પબ્લીશ થયા છે, જેમાં બહાર આવ્યું છે કે ભારતીયોની જીવન જીવવાની ઉંમર 69.7 વર્ષ થઈ ગઈ છે. એટલે કે દરેક ભારતીયોની સરેરાશ ઉંમર 69 વર્ષ 7 મહિના થઇ ગઈ છે.


આ રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે પુરુષો કરતા મહિલાઓ અઢી વર્ષ વધારે જીવે છે. દેશમાં પુરુષોની સરેરાશ ઉંમર 68 વર્ષ 4 મહિના છે. જ્યારે મહિલાઓની સરેરાશ ઉંમર 71 વર્ષ 1 મહિનો છે. જ્યાં ગામડાઓમાં વસતા લોકોની તુલનામાં શહેરમાં વસતા લોકોની ઉંમર વધારે છે. શહેરમાં રહેતા લોકોની સરેરાશ ઉંમર જ્યાં 73 વર્ષની છે ત્યાં ગામડામાં વસતા લોકોની ઉંમર 68 વર્ષ 3 મહિના છે.


આ રિપોર્ટ અનુસાર, સૌથી વધારે સરેરાશ આયુષ્ય દિલ્લીમાં રહેતા લોકોનું છે. અહીંયાના લોકોનું સરેરાશ ઉંમર 75 વર્ષ 9 મહિના છે. જ્યારે સૌથી ઓછી સરેરાશ ઉંમર છત્તીસગઢમાં રહેતા લોકોનું છે, અહીંના લોકો 65 વર્ષ  3 મહિના જ જીવે છે. દિલ્લી પછી કેરળનો નંબર આવે છે. જ્યાંના લોકોનું સરેરાશ આયુષ્ય સૌથી વધારે છે. કેરળમાં રહેતા લોકોની સરેરાશ ઉંમર 75 વર્ષ 2 મહિના છે.


આ રિપોર્ટમાં એ પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતમાં એક નક્કી ઉંમર વિતાવ્યા પછી કેટલા વર્ષ સુધી જીવી શકો છો. દાખલા તરીકે જન્મતાની સાથે જ તમારી સરેરાશ ઉંમર 69 વર્ષ 7 મહિના છે. પરંતુ તમારી ઉંમર એક વર્ષની થઇ ગઈ તો તો તમે હજુ 71.3 વર્ષ જીવી શકો છો. તમારી ઉંમર 5 વર્ષની થઇ ગઈ તો તમે હજુ 67.7 વર્ષ જીવી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top