સંસદના શિયાળુ સત્ર અગાઉ સરકારે આ દિવસે સર્વદળીય બેઠક બોલાવી

સંસદના શિયાળુ સત્ર અગાઉ સરકારે આ દિવસે સર્વદળીય બેઠક બોલાવી

11/19/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સંસદના શિયાળુ સત્ર અગાઉ સરકારે આ દિવસે સર્વદળીય બેઠક બોલાવી

All Party Meeting: સરકારે સંસદના શિયાળુ સત્ર અગાઉ રવિવારે સર્વદળીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજિજૂએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 'સંસદના આગામી શિયાળુ સત્રને ધ્યાનમાં રાખીને 24 નવેમ્બરની સવારે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે.'


સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બરે સમાપ્ત થશે. બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણ ગૃહ કે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હૉલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

સત્ર શરૂ થાય તે અગાઉ સરકાર દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવે છે, જેથી વિપક્ષને સરકારના કાયદાકીય એજન્ડાની જાણકારી આપી શકાય અને સાથે એ મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય, જેના પર રાજકીય પક્ષો સંસદમાં દલીલ કરવા કરવા માગે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top