વિધાનસભા ગૃહમાં રજૂ થયું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ

વિધાનસભા ગૃહમાં રજૂ થયું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ

09/16/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વિધાનસભા ગૃહમાં રજૂ થયું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી  બિલ

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ રજૂ થયું છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું.આ બિલ પસાર થતા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે. રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક રહેશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલમાં યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોના નિયમો ઘડાયા છે.

આ નિયમો મુજબ, યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહી. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અંતર્ગત તમામ નિયમો નિર્દેશ કરાશે, કુલપતિની નિમણૂંક, પ્રાદ્યાપકો કર્મચારીઓની બદલીના વિશેષ નિયમો ઘડાયા છે. રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહીં, યુનિવર્સિટીઓની સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓના ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહીં.

પબ્લિક યુનિવર્સિટી એકટની અમલવારીથી મોટા ફેરફાર થશે. કુલપતિની ટર્મ હવે 3ના બદલે 5 વર્ષની રહેશે. એક યુનિવર્સિટીમાં કુલપતિ રહેલી વ્યક્તિને બીજી વખત કુલપતિ નહીં બનાવાય. યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી રાજકારણ પૂર્ણ થશે. સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીઓ હવે યુનિ.માં નહીં થાય. મેનેજમેન્ટ ઓથોરિટીમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે. વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસક્રમે યુનિવર્સિટી બદલી શકશે. વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે, બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહે


વિધાનસભામાં OBC અનામત બિલ એટલે કે ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયક-2023 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પસાર થતાં હવે પાલિકા અને પંચાયતોમાં 27 ટકા અનામત લાગુ થશે.વિધાનસભામાં OBC અનામત બિલ પસાર થતાં આઠ મહાનગર પાલિકામાં 181 બેઠક, 33 જિલ્લા પંચાયતોમાં 206 બેઠક, તાલુકા પંચાયતમાં 906 બેઠક, 156 નગરપાલિકામાં 1270 બેઠક અને ગ્રામપંચાયતમાં 22,617 બેઠક OBC સમાજ માટે અનામત થશે.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 20-12-1972ના રોજ બક્ષી કમિશન રચવામાં આવ્યું હતું અને 82 જાતિને અનામત આપવાની ભલામણ કરાઈ હતી. તે સમયે ગુજરાતની માધવસિંહ સરકારે અમલ કરવાનું ટાળ્યું હતું. બાદમાં જનતા દળની સરકારે 1-4-1978ના ઠરાવથી અનામત આપી હતી. 7-6-1980થી 30-3-1985 સુધી માધવસિંહની સરકારમાં કોઇ પગલાં ન લેવાયાં. 1993માં આ જ વિધાનસભામાં વિધેયક લાવવામાં આવ્યું ત્યારે અમારા પક્ષે જ સંપૂર્ણ ટેકો આપ્યો હતો. 2006થી ભારતની શૈક્ષણિક સંસ્થામાં OBCની શરૂઆત થઇ છે. 10-4-2008માં સુપ્રીમકોર્ટે 20 ટકા અનામતના નિર્ણયને યોગ્ય ગણ્યો છે. ગુજરાતની ભાજપ સરકારે 2014માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલા માટે 50 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો.કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બિલ પસાર થયા પહેલાં મીડિયાને જણાવ્યું હતું કે, આર્થિક સામાજિક અને બજેટમાં ભેદભાવ થાય છે સ્થાનિક સ્વરાજ્યમાં 10 ટકા અનામત ભાજપ સરકારે ખતમ કરી છે. સ્થાનિક સ્વરાજ્યમાં યુનિટ દીઠ ઓબીસી સમાજને અનામત આપવાની હતી. 50 ટકાની અપર સિલીંગને ધ્યાને રાખી ઓબીસીને અનામત આપવાની હતી. સાચા અર્થમાં સુપ્રીમ કોર્ટ અને ઝવેરી કમિશન મુજબ વસ્તી મુજબ અનામત મળવી જોઈતી હતી. સરકારે માત્ર 27 ટકા અનામત આપી સુપ્રીમ કોર્ટનો અનાદર કર્યો છે. બિલ રજૂ થાય એ પૂર્વે રિપોર્ટ વિધાનસભામાં જાહેર કરવો જોઈએ.વસ્તી આધારિત અનામત આપવામાં આવે તો ઓબીસી સમાજને 45 ટકા સુધી અનામત મળવા યોગ્ય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top