HMPVથી ગભરાવાની જરૂર નથી, 2001થી અસ્તિત્વમાં છે વાયરસ, અગાઉ પણ સુરતમાં કેસ નોંધાયા હતા, તમામ સ્વસ્થ થયા
HMPV Virus: અત્યારે ચીનમાં ફેલાયેલા HMPV વાયરસને લઈને ભારત સહિત દુનિયામાં ફફડાટ ફેલાયો છે. એ ફફડાટ એટલે ફેલાયો છે કેમ કે અત્યારે ચીનમાં મોટા પાયે આ HMPV વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે કોરોના પણ ચીનથી જ દેશ-દુનિયામાં પ્રવેશ્યો હતો અને ત્યારે કોરોનાએ દુનિયાભરમાં ભારે તબાહી મચાવી હતી. અને હવે HMPVના કેસ સતત વધી રહ્યા છે, જેના ભારતમાં પણ કેસો જોવા મળી રહ્યા છે, એટલે ભારત સહિત દુનિયામાં ફફડાટ ફેલાય એ સ્વભાવિક છે. પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. નિષ્ણાંતોનું માનવું છે કે એ માત્ર શરદી-ખાંસી છે. આ વારયસનું અસ્તિત્વ 25 વર્ષથી એટલે કે વર્ષ 2001થી છે.
અત્યારે ભારતમાં HMPVના 7 જેટલા કેસ નોંધાયેલા છે. મંત્રી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે HMPV વાયરસ નવો નથી અને ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસની ઓળખ 2001માં થઈ ગઇ હતી અને ત્યારથી તે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. HMPV વાયરસ શ્વસન દ્વારા હવામાં ફેલાય છે અને તે તમામ ઉંમરના લોકોને અસર કરી શકે છે. તેનો વ્યાપ ખાસ કરીને શિયાળા અને વસંતઋતુમાં જોવા મળે છે.
સુરતમાં છેલ્લા 8 મહિનામાં 15 કેસ HMPVના નોંધાયા હતા, પરંતુ એ તમામ સજા થઈને ઘરે ફરી ચૂક્યા છે. વર્ષ 2005થી વર્ષ 2007 સુધી એમ્સમાં શ્વાસ સંબંધિત ગંભીર સંક્રમણથી પ્રભાવિત 662 કેસોમાંથી 21 એટલે કે માત્ર 3 ટકા જ HMPV જોવા મળ્યો હતો. એટલે કે કોઈએ આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ હાં આપણે આ વાયરસનો વ્યાપ ન વધે તે માટે સાવધાની જરૂર રાખવી પડશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધ લોકોની.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp