રાજ્યના આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડશે : હવામાન વિભાગની આગાહી

રાજ્યના આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડશે : હવામાન વિભાગની આગાહી

07/19/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજ્યના આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડશે : હવામાન વિભાગની આગાહી

ગાંધીનગર: રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સતત વરસાદ (Heavy Rain) ચાલુ છે જેના કારણે ઉમરગામ, વાપી વગેરે શહેરોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. જેની વચ્ચે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી ૨.૧ કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના (Saurashtra) અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના મતે પહેલા દિવસે સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે ભરૂચ, તાપી, ડાંગ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદ પડી શકે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. જ્યારે ત્રીજા દિવસે નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે તેમ જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર અને વિસનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ૨૨મી જુલાઈથી ૨૫ જુલાઈ વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૧૧ ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં ખાબક્યો છે. જ્યાં ૧૧ ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે વાપી અને દમણમાં ૯-૯ ઇંચ, ચીખલી, જલાલપોર, ખેરગામ અને નવસારીમાં ૮ ઇંચ તેમજ વલસાડમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.

(Photo Credit: Livemint)

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top