આ મોટી કંપની 7,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે, કંપની ઘટાડશે નોકરીઓ

આ મોટી કંપની 7,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે, કંપની ઘટાડશે નોકરીઓ

11/05/2024 Business

SidhiKhabar

SidhiKhabar

આ મોટી કંપની 7,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે, કંપની ઘટાડશે નોકરીઓ

Bosch Lays Off 7000 Employees: જાણીતી ઇલેક્ટ્રોનિક ઉપકરણ કંપની બૉશ (Bosch) જર્મનીમાં પોતાના પ્લાન્ટમાંથી 7,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. એક મીડિયા રિપોર્ટ દ્વારા આ જાણકારી સામે આવી છે. તેની સાથે, કંપનીના CEO સ્ટીફન હાર્ટુંગે એમ પણ કહ્યું કે, તાજેતરના મહિનાઓમાં કંપનીએ વિશ્વભરમાં નોકરીઓ ઓછી કરવા પર પણ ભાર મૂક્યો છે. બૉશનું આ પગલું જર્મનીમાં 7,000 થી વધુ નોકરીઓને અસર કરી શકે છે. તેમાં ખાસ કરીને ઓટોમોટિવ સપ્લાય એરિયા અને ઘરેલું ઉપકરણોનું સંચાલન કરતી પેટાકંપની BSHના કર્મચારીઓ હોય શકે છે.


શું કારણ હોઇ શકે?

શું કારણ હોઇ શકે?

તમને જણાવી દઇએ કે કંપનીની આવક તેનું મુખ્ય કારણ હોઇ શકે છે. બૉશે વર્ષ 2023માં અંદાજે 98 બિલિયન અમેરિકન ડૉલરની આવક જનરેટ કરી હતી.  જો કે આ વર્ષે કંપની પોતાનું આર્થિક લક્ષ્ય હાંસલ નહીં કરી શકે. CEO હાર્ટુંગે કહ્યું કે આ વર્ષે વેચાણ પરનું વળતર ગયા વર્ષના 5 ટકા કરતા ઓછું રહેશે. આ વખતે કંપની માત્ર 4 ટકા હાંસલ કરવાની અપેક્ષા રાખે છે. તમને જણાવી દઇએ કે કંપનીનું લક્ષ્ય 2026 સુધીમાં 7 ટકા સુધી પહોંચવાનું છે. તેના પર હાર્ટુંગે કહ્યું હતું, 'બૉશ 2024માં તેના આર્થિક લક્ષ્યાંકને હાંસલ નહીં કરી શકે. અત્યાર માટે, હું એ વાતને નકારી શકતો નથી કે અમારે અમારા સ્ટાફિંગ રિસોર્સિસને એડજસ્ટ કરવા પડશે.


કંપનીનું નવું પગલું શું છે?

કંપનીનું નવું પગલું શું છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની નોકરીઓમાં ઘટાડો કરી રહી છે, એ છતા, કંપની આઇરિશ કંપની જોન્સન કંટ્રોલ્સનું એક્વાયર કરવાની યોજના બનાવી રહી છે. તે કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું અધિગ્રહણ હોવાનું કહેવાય છે. આ અધિગ્રહણ સાથે, બૉશ હીટ પંપ અને એર કન્ડિશનિંગ ઉદ્યોગ પર પ્રભુત્વ મેળવવા માગે છે અને તે 8 બિલિયન ડૉલરનો ખર્ચ કરી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top