પાકિસ્તાન સામે નંબર 4 પર રમશે આ ખેલાડી, રોહિત શર્માએ લીધો ચોંકાવનારો નિર્ણય

પાકિસ્તાન સામે નંબર 4 પર રમશે આ ખેલાડી, રોહિત શર્માએ લીધો ચોંકાવનારો નિર્ણય

09/01/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાન સામે નંબર 4 પર રમશે આ ખેલાડી, રોહિત શર્માએ લીધો ચોંકાવનારો નિર્ણય

એશિયા કપ (Asia Cup 2023)ની પહેલી બે મેચમાં કેએલ રાહુલના ન રમવા અંગે સ્પષ્ટતા થયા બાદ પ્લેઇંગ-11માં તેના સ્થાને ઈશાન કિશનનું આવવાનું નિશ્ચિત છે પરંતુ સવાલ એ છે કે ઈશાન કયા નંબર પર બેટિંગ કરશે? ઈશાન કિશન (Ishan Kishan) એક ઓપનર છે અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં તેણે ઓપનર તરીકે ODI શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારી છે. રાહુલ વનડેમાં ભારત માટે મિડલ ઓર્ડરમાં રમે છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ટીમ મેનેજમેન્ટ ઈશાનને મિડલ ઓર્ડરમાં રમાડી શકશે?


ઈશાનને મિડલ ઓર્ડરમાં રમાડવાનો નિર્ણય

ઈશાનને મિડલ ઓર્ડરમાં રમાડવાનો નિર્ણય

ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી પર નજર કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ તેને સંભાળે છે. ચર્ચા થઈ રહી હતી કે જો ઈશાન ટીમમાં આવે છે તો ગિલ અથવા રોહિતમાંથી કોઈ એકને રમવું પડી શકે છે. એવી પણ ચર્ચા હતી કે ગિલ નંબર-3 અને કોહલી નંબર-4 પર રમી શકે છે. ઈશાનને મિડલ ઓર્ડરમાં આવવાની કોઈ ચર્ચા નહોતી, પરંતુ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ટીમ મેનેજમેન્ટ ઈશાનને નંબર-4 અથવા નંબર-5 પર રમવા પર વિચાર કરી રહ્યું છે. અખબારના અહેવાલ મુજબ એશિયા કપ પહેલા ટીમ મેનેજમેન્ટે બેંગ્લોરના અલુરમાં આયોજિત કેમ્પમાં ઈશાનને મિડલ ઓર્ડરમાં રમાડવાનો નિર્ણય કર્યો હતો. રોહિત ટોપ-3 સાથે ચેડા કરવાના મૂડમાં નથી


શું ઈશાન સફળ થશે?

શું ઈશાન સફળ થશે?

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ઘણા પ્રયોગો કર્યા હતા અને તેના કારણે જ ભારતને વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, વર્લ્ડ કપની આટલી નજીક આવીને, શું ટીમ ઈન્ડિયા માટે નંબર-4 કે તેનાથી નીચેના ઓપનરને રમાડવાનો નિર્ણય યોગ્ય રહેશે? એવું નથી કે ઈશાન પ્રથમ વખત નંબર 4 પર બેટિંગ કરશે. તે આ પહેલા પણ આ નંબર પર રમી ચૂક્યો છે. ઈશાને છ મેચોમાં વનડેમાં નંબર-4 પર બેટિંગ કરી છે અને તેણે 21.20ની એવરેજથી 106 રન બનાવ્યા છે. જેમાં 50 રનની ઇનિંગ સામેલ છે. પરંતુ ઈશાનની સમસ્યા એ છે કે તે સ્પિન સામે થોડી મુશ્કેલી અનુભવે છે.


લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન

લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન

ગિલ સ્પિનરોને સારી રીતે રમે છે અને કોહલી પણ. આવી સ્થિતિમાં જો ગિલ કે કોહલી નંબર-4 પર રમે છે તો ભારતને ફાયદો થઈ શકે છે અને ઓપનર તરીકે ઈશાનના આગમનથી બનેલું લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન અન્ય ટીમો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આનાથી ટીમનું સંકલન પણ સુધરી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top