Gujarat: આ સ્ટેડિયમમાં ભારત અને વિન્ડિઝ વચ્ચે રમાશે 3 મેચ; 35000 લોકો એકસાથે બેસી શકશે
Gujarat New Cricket Stadium: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ન માત્ર રાજ્યનો વિકાસ કરી રહી છે, પરંતુ રાજ્યને અનેક રીતે વિશાળ બનાવવાનું કામ કરી રહી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નવા શાનદાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આ મિશન અંતર્ગત વડોદરાના કોટામ્બીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાન પર 22 ડિસેમ્બરથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે મહિલા ટીમની 3 ક્રિકેટ મેચ રમાશે. ત્યારે આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો પહેલા BCA દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સ્ટેડિયમમાં ફ્લડ લાઇટનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમની કેટલીક શાનદાર તસવીરો સામે આવી છે.
અહીં ખાસ વાત એ છે કે આ સ્ટેડિયમમાં 35 હજારથી વધુ ક્રિકેટ ફેન્સ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્ટેડિયમમાં VIPઓ માટે ખાસ ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી ઇન્ટરનેશનલ મેચો વડોદરા શહેરના રિલાયન્સ ગ્રાઉન્ડ પર રમાતી હતી. ત્યારબાદ BCAએ પોતાનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તૈયાર કર્યું છે.
કરોડોના ખર્ચે બનેલા કોટામ્બી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અન્ય તમામ સ્ટેડિયમની સરખામણીમાં ખેલાડીઓ માટે સૌથી મોટો ડ્રેસિંગ રૂમ છે અને ફર્સ્ટ એઇડ રૂમની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. કોટામ્બી સ્ટેડિયમમાં અમ્પાયર રૂમ, વીડિયો એનાલિસ્ટ રૂમ, મેચ રેફરી રૂમ અને એન્ટી કરપ્શન યુનિટ માટે એક ખાસ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. 32 હજારથી વધુ દર્શકો બેસીને મેચ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
35 કોર્પોરેટ (લક્ઝરી) બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી કંપનીઓ કે બિઝનેસમેનના લોકો સ્ટેડિયમમાં આવી ક્રિકેટની મજા માણી શકે. ઉદ્યોગપતિઓ અને ખાનગી કંપનીઓ સહિત અન્ય લોકો 10-15 વર્ષ માટે કરારના આધારે આ બોક્સ ખરીદી શકશે અને ઉદ્યોગપતિઓ અને કંપનીના લોકો સ્ટેડિયમમાં આવીને ક્રિકેટની મજા માણી શકશે. સોફા સહિત 20 લોકો બેસી શકે તે માટે 35 કોર્પોરેટ (લક્ઝરી) બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp