Surat : સુરતમાં હજારો રત્નકલાકારો બન્યા બેરોજગાર; કતારગામમાં તો ફેક્ટરીને પણ તાળા મારી દેવાયા,

Surat : સુરતમાં હજારો રત્નકલાકારો બન્યા બેરોજગાર; કતારગામમાં તો ફેક્ટરીને પણ તાળા મારી દેવાયા, જાણો આવું કેમ થયું?

01/09/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat : સુરતમાં હજારો રત્નકલાકારો બન્યા બેરોજગાર; કતારગામમાં તો ફેક્ટરીને પણ તાળા મારી દેવાયા,

ગુજરાત ડેસ્ક : ડાયમંડ નગરી સુરતમાં પણ હવે હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. વિગતો મુજબ કોરોનાની સંભવિત લહેરની અસર સુરત હીરા ઉદ્યોગમાં થઈ હોવાની સ્થિતિ સર્જાઇ છે. માહિતી મુજબ છેલ્લા એક માસમાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાની ફરિયાદો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી છે. તો વળી કતારગામના કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દેતાં 300 રત્નકલાકારો બેરોજગાર બન્યા છે.


હીરા ઉદ્યોગ ને હાલ મંદીનું ગ્રહણ લાગ્યું

હીરા ઉદ્યોગ ને હાલ મંદીનું ગ્રહણ લાગ્યું

વિશ્વભરમાં ડાયમંડ નગરી તરીકે જાણીના સુરતના હીરા ઉદ્યોગ ને હાલ મંદીનું ગ્રહણ લાગ્યું છે. કોરોના, રશિયા-યુક્રેન યુધ્ધ અને ચીનમાં કોરોના કહેરની અસરને પગલે સુરતના હીરા ઉદ્યોગ માં મંદીનો માહોલ છે. વાત જાણે એમ છે કે,  કોરોનાની બીજી લહેર પછીની દિવાળી બાદ સુરતમાં મોટાપાયે રત્નકલાકારોને છૂટા કરવાની ફરિયાદો ઉઠી હતી. આ તરફ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને પણ 24 જેટલી ફરિયાદો મળી છે, જેમાં છેલ્લા એક મહિનામાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાનું સામે આવ્યું છે.

કતારગામમાં તો ફેક્ટરી જ બંધ કરી નાખી

વિગતો મુજબ સુરત હીરા ઉદ્યોગ માં મંદીનો માહોલ વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દેતાં 300 રત્નકલાકારો બેરોજગાર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ આવી અનેક ફરિયાદો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી છે.


ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી ફરિયાદો

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને મળી ફરિયાદો

કોરોના વાયરસના કહેર અને દિવાળી બાદ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને રત્નકલાકારોને છૂટા કરવાની ફરિયાદો મળી છે. જેમાં અત્યાર સુધી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને  24 જેટલી ફરિયાદો મળી છે. જોકે અહી સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, ફરિયાદો અને એક અંદાજ અનુસાર 5 હજાર જેટલા રત્નકલાકારોને છૂટા કરાયા છે. વર્કર યુનિયનનું કહેવું છે કે, કતારગામમાં ફેકટરી બંધ કરી 300 રત્નકલાકારોને બેરોજગાર કરાયા છે.  આ તરફ હવે પોલિશ્ડ હીરાની માંગ ઘટતા પ્રોડક્શન પર કાપ મુકાયો છે.

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી 

છેલ્લા કેટલાંક સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. જેમાંથી સુરત-ભાવનગરનો હીરો ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. કોરોનાકાળ બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી, પરંતુ રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વિદેશમાંથી આવતી કાચી હીરાની રફ આવવાનું બંધ થઈ ગઈ ગયું હતું. જેના કારણે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડી રહી છે. જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને કારખાના અને રત્નકલાકારોને પગાર આપવામાં મુશ્કેલી પડી રહી છે.


ચીનમાં કોરોના બેકાબૂ થતાં મંદી

ચીનમાં કોરોના બેકાબૂ થતાં મંદી

હીરા ઉદ્યોગમાં અગાઉ કોરોના સમયથી ભારે મુશ્કેલી ઉભી થઈ હતી પરંતુ કોરોના ધીમો પડતા હીરા ઉદ્યોગમાં ભારે તેજી આવી હતી. જેને લઈ હીરા ઉદ્યોગ માટે ખૂબ જ આવનારા દિવસોમાં ઉજળું ભવિષ્ય દેખાતું હતું. આ સાથે વિદેશોમાં પણ ખૂબ મોટી ડિમાન્ડ હીરાની નીકળતા અને ચીનમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં માલ સપ્લાય થતાં અને રશિયામાંથી રફની સતત આવક થતા હીરા ઉદ્યોગ ધમધમવા માંડ્યો હતો. જોકે હવે હાલમાં જ ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવતા ચાઇનામાં જે રનીંગ માલ સપ્લાય થતો હતો પોલીશ થયેલો માલ તે બિલકુલ બંધ થતા હાલમાં હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ઊભું થઈ ગયું છે.

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની પણ થઈ અસર

આ તરફ અચાનક યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા અચાનક કાચી રફ આવવાનું બંધ થતા હીરા ઉદ્યોગમાં અચાનક વ્યાપારમાં અને લે વેચમાં બ્રેક લાગી હતી. જેને લઈ હવે અને ધીરે ધીરે મંદીનો માહોલ ઉભો થવા માંડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top