ટ્રમ્પના ભારત પરના ટેરીફથી શેરબજારના આંકડાઓમાં આવ્યા આંચકા, સેન્સેક્સ અને નિફ્ટી બંને ગબડ્યા!
અમેરિકા દ્વારા ભારત પર લદવામાં આવેલા ૫૦% ટેરિફનો અમલ શરૂ થયાની સાથે ભારતીય શેરબજારમાં તેના આંચકા અનુભવાયા છે. ટેરિફ અમલ થયાના દિવસે ભારતીય શેરમાર્કેટ ગણેશ ચતુર્થીને કારણે બંધ હતું. પરંતુ જ્યારે ગુરુવારે ૨૮,ઓગષ્ટે માર્કેટની શરૂઆત લાલ આંકડાઓ સાથે થઈ. મતલબ કે, સેન્સેક્સમાં 600 અને નિફ્ટીમાં 200 જેટલા પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો.
ટ્રમ્પ ટેરિફની ભારત પર અસર પડવાની શરુઆત થઈ ગઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ ભારે ઘટાડા સાથે ખુલ્યો અને 657 પોઈન્ટ ઘટીને 80,124 ના સ્તરે પહોંચ્યો. સેન્સેક્સની જેમ, નિફ્ટીએ પણ તેના પાછલા બંધની તુલનામાં ઘટાડા સાથે વેપાર શરૂ કર્યો. અને 200 પોઈન્ટના ઘટાડા સાથે 24152ના લેવલ પર વેપાર થતો જોવા મળ્યો. આ સાથે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. બજારમાં ઘટાડા સાથે આઈટી ટેક કંપનીઓ સાથે જ બેન્કિંગના સ્ટોક્સમાં પણ કડાકો બોલાઈ ગયો હતો.
જ્યારે શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું, ત્યારે શરૂઆતના તબક્કામાં 1458 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. જેમાં શ્રીરામ ફાઇનાન્સ, ICICI, HCL ટેક, Jio ફાઇનાન્સ, NTPC અને HDFC બેંક તેમજ ઇન્ફોસિસ વગેરે કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત, 1023 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જેમાં હીરો મોટોકોર્પ, એશિયન પેઇન્ટ્સ અને ટાઇટન વગેરે જેવા શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp